Home> Sports
Advertisement
Prev
Next

Breaking News : SRH ટીમ જે હોટલમાં રોકાણી ત્યાં લાગી આગ...ખેલાડીઓમાં ગભરાટનો માહોલ, જુઓ Video

Hyderabad Hotel Fire : હૈદરાબાદની એક ફાઈવ સ્ટાર હોટલમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જે હોટલમાં આગ લાગી છે તે હોટલમાં IPL ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ પણ હાજર હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હૈદરાબાદના બંજારા હિલ્સમાં આવેલી પાર્ક હયાત હોટલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

Breaking News : SRH ટીમ જે હોટલમાં રોકાણી ત્યાં લાગી આગ...ખેલાડીઓમાં ગભરાટનો માહોલ, જુઓ Video

Hyderabad Hotel Fire : 14 એપ્રિલે તેલંગાણાની રાજધાની હૈદરાબાદની ફાઇવ સ્ટાર પાર્ક હયાત હોટલમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે હંગામો મચી ગયો હતો. રિપોર્ટ અનુસાર, IPL ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ આ જ પાર્ક હયાત હોટલમાં રોકાયા હતા. ઘટના બાદ તરત જ ખેલાડીઓને હોટલમાંથી બહાર કાઢીને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા હતા. 

fallbacks

IPL 2025 : ચેન્નાઈની ટીમમાં મુંબઈના ખેલાડીની એન્ટ્રી, ઋતુરાજ ગાયકવાડનું લેશે સ્થાન

હોટલમાં આગ લાગતાની સાથે જ સ્ટાફે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ પછી ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. મળતી માહિતી અનુસાર, હોટલના પહેલા માળે આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગાઢ ધુમાડો ફેલાઈ ગયો હતો.

 

એક અધિકારીએ જણાવ્યું કે સમગ્ર SRH ટીમને પાર્ક હયાત હોટલથી અન્ય સ્થળે ખસેડવામાં આવી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે હોટલમાં આગ ઝડપથી ફેલાઈ અને ઈમારત ગાઢ ધુમાડો ફેલાઈ ગયો હતો. જેના કારણે ત્યાં હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

બધા હોટેલમાંથી બહાર નીકળવા દોડ્યા. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાયટરોએ તાત્કાલિક પહોંચી આગને કાબુમાં લીધી હતી. ફાયર ઓફિસર જણાવ્યું હતું કે આગ પ્રથમ માળે ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં ખામીને કારણે લાગી હોવાનું જણાય છે. સદનસીબે કોઈ જાનહાનિ કે જાન-માલનું નુકસાન થયું નથી. હવે સ્થિતિ નિયંત્રણમાં છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More