Home> Gujarat
Advertisement
Prev
Next

Breaking: ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ, વધુ એક MLA સહિત કુલ 5 ધારાસભ્યોના રાજીનામા

ગુજરાતમાં કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ થયેલી જોવા મળી રહી છે. રાજ્યસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યાં ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો ધડાધડ રાજીનામા આપવા માંડ્યા છે. મળતી માહિતી મુજબ ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારુએ અંગત કારણોસર બે દિવસ પહેલા રાજીનામું આપી દીધુ હોવાના અહેવાલો છે.

Breaking: ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ, વધુ એક MLA સહિત કુલ 5 ધારાસભ્યોના રાજીનામા

ઝી મીડિયા, અમદાવાદ:  ગુજરાતમાં કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ થયેલી જોવા મળી રહી છે. રાજ્યસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યાં ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો ધડાધડ રાજીનામા આપવા માંડ્યા છે. મળતી માહિતી મુજબ ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારુએ અંગત કારણોસર બે દિવસ પહેલા રાજીનામું આપી દીધુ હોવાના અહેવાલો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અગાઉ કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં હોવાના અહેવાલો હતાં. કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાની વિધાનસભાના અધ્યક્ષશ્રીએ પણ કબુલાત કરી છે. જો કે અધ્યક્ષશ્રીએ આ ધારાસભ્યોના નામની સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. પરંતુ આ ધારાસભ્યોના નામ મંગળ ગાવિત, જે વી કાકડિયા, સોમાભાઈ પટેલ અને પ્રદ્યુમ્ન જાડેજા હોવાનું કહેવાય છે. આ બાજુ કોંગ્રેસ પણ ધારાસભ્યોને બચાવવા માટે ભરપૂર પ્રયત્નો કરી રહી છે. અમિત ચાવડા અને પરેશ ધાનાણી વચ્ચે આજે બેઠક યોજાઈ છે. મોટાભાગના ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. 

fallbacks

કોઈ પણ ઈમાનદારે નથી આપ્યું રાજીનામું-ધાનાણી
આ બાજુ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરતા કહ્યું છે કે હાલ કોંગ્રેસના એક પણ ઈમાનદાર ધારાસભ્યે રાજીનામું આપ્યું નથી. તેમણે લોકોને અપપ્રચારથી દૂર રહેવાની અપીલ કરી છે. 

વધુ વિગત માટે જુઓ VIDEO

કોઈ પાટીદાર ધારાસભ્ય કે કોંગ્રેસના ધારાસભ્ય જવાના નથી-લલિત વસોયા
આ સમગ્ર ઘટનાક્રમ મામલે નેતા લલિત વસોયાએ કહ્યું કે કોઈ પાટીદાર ધારાસભ્ય કે કોંગ્રેસના ધારાસભ્ય જવાના નથી. મને કોઈ ઓફર કરી નથી. કોંગ્રેસના તમામ ધારાસભ્યો ગુજરાતમાં મોજથી ફરે છે. 

કોંગ્રેસ માટે બીજી બેઠક જીતવી મુશ્કેલ-અક્ષય પટેલ
કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા મામલે કરજણના કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસ માટે બીજી બેઠક જીતવી મુશ્કેલ છે. તેમણે કહ્યું કે પ્રદેશ નેતાઓ અને ધારાસભ્યો વચ્ચે વાતચીતનો અભાવ છે. 

જુઓ LIVE TV

આ બાજુ કોંગ્રેસ પણ ધારાસભ્યોને બચાવવા માટે ભરપૂર પ્રયત્નો કરી રહી છે. અમિત ચાવડા અને પરેશ ધાનાણી વચ્ચે આજે બેઠક યોજાઈ છે. મોટાભાગના ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More