નવી દિલ્હી: એ જાણીને તમે ખરેખર નવાઈ લાગશે કે કેરળે ખુબ સારી રીતે કોરોના વાઈરસનો સામનો કર્યો છે. ત્યાં શરૂઆતમાં જે ત્રણ લોકો કોરોના વાઈરસના ભરડામાં આવ્યા હતાં તેમના વિશે સારી રીતે તપાસ થઈ અને જાણવા મળ્યું કે આ લોકો અન્ય કેટલા લોકોના સંપર્કમાં આવ્યાં હતાં? આ વાઈરસ પીડિત એક વ્યક્તિ તો 162 લોકોના સંપર્કમાં આવ્યો હતો અને સરકારે આ તમામની ભાળ પણ મેળવી લીધી પરંતુ કેરળની સરકારને કદાચ એ ખબર નથી પડી કે ત્યાં કેટલા લોકો જેહાદવાળા વાઈરસનો ભોગ બની ચૂક્યા છે? કોરોના વાઈરસની જેમ જેહાદવાળો વાઈરસ પણ ખુબ જ ખતરનાક છે. આ વાઈરસ કેવી રીતે કેરળના યુવાઓને પોતાનો શિકાર બનાવી રહ્યો છે તે જાણવા માટે જુઓ આ ગ્રાઉન્ડ રિપોર્ટ....
આ કહાની કેરળમાં રહેતી નિમિષા અને મેરિનની છે. નિમિષા હિન્દુ હતી. જેણે થોડા સમય પહેલા ઈસા નામના એક મુસ્લિમ યુવક સાથે નિકાહ કર્યા હતાં. પોતાનો ધર્મ પરિવર્તન કરીને તે ફાતિમા બની ગઈ. પરંતુ કહાની અહીં જ પૂરી નથી થતી. કારણ કે તેનો પતિ તેને પોતાની સાથે અફઘાનિસ્તાન લઈ ગયો જ્યાં આ બંને આતંકવાદી સંગઠન ISISમાં જોડાઈ ગયા હતાં. નિમિષા હાલ અફઘાનિસ્તાનની એક જેલમાં કેદ છે અને તેની 3 વર્ષની બાળકે ઠેબા ખાય છે. નિમિષાના પતિનું અસલ નામ બેક્સિન હતું. મૂળ તો તે પણ એક સમયે ખ્રિસ્તિ હતો. પરંતુ તેણે પણ ઈસ્લામ કબુલ્યો અને તે ઈસા બની ગયો.
નિમિષા MBBSનો અભ્યાસ કરતી હતી અને તે ડોક્ટર બનવા માંગતી હતી. પરંતુ લવ જેહાદના કારણે તે આતંકવાદી બની ગઈ અને હવે તે પોતાની જિંદગી જેલમાં વિતાવવા માટે મજબુર બની ગઈ છે.
આ જ રીતે કેરળની જ મેરિને પણ એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા હતાં. મેરિન મૂળ તો ખ્રિસ્તિ હતી પરંતુ તેણે યાહિયા નામના યુવક સાથે લગ્ન કર્યાં અને ત્યારબાદ મરિયમ બની ગઈ. યાહિયા પણ પહેલા ખ્રિસ્તિ હતો અને થોડા સમય પહેલા તેણે ઈસ્લામ કબુલ્યો. આ બંને પણ કેરળથી અફઘાનિસ્તાન જતા રહ્યાં અને ISISમાં જોડાઈ ગયા હતાં.
જુઓ LIVE TV
મેરિનનો પતિ યાહિયા અફઘાનિસ્તાનમાં સુરક્ષાદળોના હાથે માર્યો ગયો અને નિમિષાની જેમ મેરિન પણ હાલ જેલમાં બંધ છે. એટલે કે આ ચારેય લોકોને પહેલા ઈસ્લામ કબુલ કરાવવામાં આવ્યો અને ત્યારબાદ તેમના મનમાં જેહાદનું ઝેર રેડીને તેમને આતંકવાદી બનાવી દેવામાં આવ્યાં.
તમે જાણીને ચોંકી જશો કે નિમિષાનો ભાઈ ભારતીય સેનામાં મેજરના પદે છે અને આમ છતાં તે તેની બહેનને લવ જેહાદનો ભોગ બનતા રોકી શક્યો નહીં. એટલે કે કેરળમાં લવ જેહાદ અને જબરદસ્તીથી ધર્મ પરિવર્તન હવે યુવાઓને આતંકવાદના રસ્તે લઈ જઈ રહ્યાં છે. પરંતુ આમ છતાં ત્યાંની સરકાર તેને રોકવા માટે કશું કરી શકતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે