ED Raid On Gujarat Samachar : ગુજરાતના સૌથી જૂના અખબારોમાંથી એક ગુજરાત સમાચારના ડિરેક્ટર બાહુબલી શાહની ગુરુવારે સાંજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બાદમાં તેમને ખરાબ સ્વાસ્થ્યના આધારે 31મી મે સુધી વચગાળાના જામીન મળ્યા હતા.આવકવેરા વિભાગ દ્વારા બે દિવસની સતત પૂછપરછ બાદ, ED અધિકારીઓ ગુરુવારે સાંજે બાહુબલી માટે ધરપકડ વોરંટ લઈને આવ્યા હતા. પરંતુ તેમની તબિયત લથડી હતી.
તમને જણાવી દઈએ કે ગુજરાત સમાચારના બાહુબલી શાહની ધરપકડ કરાઈ હતી. ઈડીની ટીમે ગુજરાત સમાચાર સમૂહના મેનેજિંગ ડિરેક્ટર બાહુબલી શાહની ધરપકડ કરી હતી. ઈડીએ ગુજરાત સમાચાર અને GSTVની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. જેમા તપાસ અને પૂછપરછ બાદ બાહુબલી શાહની ધરપકડ કરાઈ છે. મહત્વનું છે કે, પહેલા આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. ત્યારબાદ ઈડીની ટીમ દરોડા માટે પહોંચી હતી.. જેમા તપાસ અને પૂછપરછ બાદ આ કાર્યવાહી કરાઈ છે. જાણવા મળી રહ્યું છે કે બાહુબલીની 2023થી એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહેલા મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી
અમદાવાદમાં મકાન ભાડે આપનારા આટલું જરૂર કરજો, નહિ તો પોલીસ ઘરે આવશે
બુધવારે એસજી હાઈવે પર આવેલી GSTV તેમજ ગુજરાત સમાચારની ખાનપુર સ્થિત પ્રિન્ટ ઓફિસ પર આવકવેરાની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ તે બધાના ફોન પણ કબજે કર્યા હતા. ગુજરાત સમાચાર સંબંધિત લગભગ બે ડઝન સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. શ્રેયાંશ શાહના ભાઈ બાહુબલી શાંતિલાલ શાહ, પુત્ર નિર્મમ શ્રેયાંસ શાહ અને અમમ શ્રેયાંસ શાહના ઘરોમાં પણ તપાસ કરાઈ હતી.
આ ઘટનાએ ગુજરાતના સમગ્ર મીડિયા જગતમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે ગુજરાત સમાચાર ગુજરાતનુ પ્રતિષ્ઠિત અને સૌથી જૂના અખબાર જુથમાંનું એક ગણાય છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓમાં આજે અને આવતીકાલે વરસાદની છે આગાહી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે