કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે આઠમાં પગાર પંચ સંબંધિત નવી જાણકારી સામે આવી છે. જો તમે પણ પગાર વધવાની આતુરતાપૂર્વક રાહ જોતા હોવ તો આ સમાચાર તમારે જાણવા જરૂરી છે. જો કે હજુ સુધી પગાર પંચની રચના થઈ નથી કે ન તો TOR એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સને અંતિમ સ્વરૂપ અપાયું છે. આવામાં પગર વધવાના સપના હજુ પણ થોડા દૂર છે. જે central government employees ને આઠમાં પગાર પંચને લઈને ખુબ આશાઓ હતી તેમણે હજુ થોડી રાહ જોવી પડશે. જો કે સરકારે હજુ સુધી ન તો તેની પુષ્ટિ કરી છે કે ન તો કોઈ મોટું અપડેટ આપ્યું છે. આવામાં કર્મચારીઓ સંગઠનો તરફથી સતત માંગણી થઈ રહી છે કે જલદી તેની રચના કરવામાં આવે.
પગાર પંચની હજુ રચના નથી થઈ
હજુ સુધી કેન્દ્ર સરકારે આઠમાં પગાર પંચની રચના કરી નથી. સામાન્ય રીતે દર 10 વર્ષે એક નવું પગાર પંચ બનાવવામાં આવે છે. ગત વર્ષે સાતમું પગાર પંચ 1 જાન્યુઆરી 2016થી લાગૂ થયું હતું. આવામાં એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી પંચ 2026થી લાગૂ થઈ શકે છે. પરંતુ 2025 અડધો પૂરો થવાના આરે છે પરંતુ હજુ સુધી તેની રચના થઈ નથી.
TOR તૈયાર ન થવાથી વિલંબ પાક્કો
સૂત્રોના જણાવ્યાં મુજબ આઠમા પગાર પંચની રચનામાં સૌથી મોટી અડચણ TOR (Terms of Reference) છે. વાત જાણે એમ છે કે TOR જ્યાં સુધી ફાઈનલ ન થાય ત્યાં સુધી પગાર પંચ બની શકે નહીં કે ન તો તે પોતાનો રિપોર્ટ તૈયાર કરવાનું કામ શરૂ કરી શકે. એવું કહેવાય છે કે TOR તૈયાર કરવામાં આ વખતે વધુ સમય લાગી શકે છે.
ક્યારે થશે રચના
આઠમા પગાર પંચની રચનામાં વિલંબ થવાના કારણે હ વે તેની ભલામણો પણ લાગૂ થવામાં વિલંબ થાય તેવું માનવામાં આવી રહ્યું છે. જો પગાર પંચની રચના 2025ના અંતમાં થાય તો તેને પોતાની ભલામણો લાગૂ કરવામાં ઓછામાં ઓછો 15 મહિનાનો સમય લાગશે. આ પ્રમાણએ રિપોર્ટ 2027ની શરૂઆત સુધીમાં આવી શકે છે.
ફિટમેન્ટ ફેક્ટર ઉપર પણ સ્થિતિ સ્પષ્ટ
હાલ આઠમાં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.92 રહે તેવી સંભાવના પ્રબળ છે. પહેલા તેના વિશે એવી અટકળો હતી કે તે 3.68 હોઈ શકે છે. પરંતુ હવે એ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે તેમાં વધુ ફેરફાર કરવામાં આવશે નહીં. ફિટમેન્ટ ફેક્ટર આઠમા પગાર પંચમાં મહત્વની ભૂમિકા ભજવશે. કારણ કે તેના દ્વારા બેઝિક પગાર વધારવામાં આવે છે.
ક્યારથી લાગૂ થશે
સરકાર તરફથી આઠમા પગાર પંચને 1 જાન્યુઆરી 2026થી લાગૂ કરવાની તૈયારી હોઈ શકે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તે જ સમયથી પગાર વધવા લાગશે. આઠમાં પગાર પંચ ભલે 2026માં લાગૂ થાય પરંતુ અસલ પગાર વધારો તો કદાચ તમને 2027માં જોવા મળી શકે છે.
એરિયર મળશે કે નહીં
હવે સૌથી મોટો સવાલ એ છે કે શું કર્મચારીઓને મોડેથી ભલામણો લાગૂ થવા પર એરિયર મળશે? તેનો જવાબ છે- શક્યતા છે. પરંતુ તેનો નિર્ણય સરકારની ઈચ્છા અને પંચની ભલામણો પર નિર્ભર રહેશે. જો ભલામણો 2027માં આવે પરંતુ તે 1 જાન્યુઆરી 2026થી પ્રભાવી માનવામાં આવે તો કર્મચારીઓને એક વર્ષનું એરિયર મળી શકે છે.
કર્મચારીઓ સંગઠનો દ્વારા સતત એ વાત પર દબાણ કરવામાં આવી રહ્યું છે કે સરકાર પંચની રચના જલદી કરે અને TOR ને અંતિમ સ્વરૂપ આપે. આ સાથે જ એવી માંગણી થઈ રહી છે કે આઠમાં પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગૂ કરવામાં આવે અને વિલંબ થવાની સ્થિતિમાં એરિયર પણ ચૂકવવામાં આવે.
પગાર વધવાની આશા
બધુ મળીને આઠમાં પગાર પંચનું લેટેસ્ટ અપડેટ એ છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓએ હજુ પણ થોડી રાહ જોવી પડશે. TOR તૈયાર થયા બાદ જ પંચની રચના થશે અને પછી ભલામણોનું કામ શરૂ થશે. જો બધુ સમયસર થયું તો 2027થી નવો પગાર લાગૂ થઈ શકે છે. આ બધા વચ્ચે કર્મચારીઓ એવી આશા રાખી શકે છે કે 1 જાન્યુઆરી 2026થી આઠમું પગાર પંચ લાગૂ થયાનું માનીને તેમને એરિયરનો ફાયદો કરાવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે