હિતલ પારેખ, ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 15 ઓગસ્ટ સુધી તમામ ઉમેદવારોને ઉમેદવારી ફાળવણી પત્ર, વિવિધ પરીક્ષાઓના પરિણામો સહિતની કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યા છે. કોરોના વાયરસની મહામારીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 15 ઓગસ્ટ બાદ શાળા કોલેજો શરૂ થયા પછી સોશિયલ ડિસ્ટેન્સિંગ સાથે પુન: શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો:- રથયાત્રા પર વિવાદ થતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન, જાણો શું કહ્યું...
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પત્ર જાહેર કરતા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગાઉ લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પસંદગી કરવામાં આવેલા ઉમેદવારોના ફાળવણી પત્ર, વિવિધ પરીક્ષાઓના પરિણામ તેમજ બાકી રહેલા OMR તથા કોમ્પ્યુટર પ્રોફીશીયન્સી ટેસ્ટ, આ તમામ કાર્યો તાજેતરમાં થયેલા નોવેલ કોરોના વાયરસ (Covid-19) મહામારીના પરિણામે ઘણા સમયથી સ્થગીત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:- અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદ, શહેરમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ
આ મહામારીને કારણે હાલમાં આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યની તમામ શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. સમગ્ર રાજ્યના ઉમેદવારોના વિશાળ સમુદાયના આરોગ્યના હિતને ધ્યાનમાં રાખી પરિસ્થિતિ સામાન્ય થયા બાદ આ શાળા-કોલેજો પુન: શરૂ કરવામાં આવ્યા બાદ તેમજ સોશિયલ ડિસ્ટેન્સિંગ તથા પરીક્ષા લગતા કેટલાક કાયદાકીય પ્રશ્નો અન્વેય જરૂરી આદેશ મળ્યા બાદ ઉપરોક્ત તમામ કાર્યો મંડળ દ્વારા તુરંત જ પુન: શરુ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે