Home> India
Advertisement
Prev
Next

કોરોનિલ દવા વિવાદઃ બાબા રામદેવનું ટ્વીટ, કહ્યુ- નફરત ફેલાવનારા માટે નિરાશાના સમાચાર

બાબા રામદેવે (Baba ramdev) કોરોના મહામારીની (Crona virus) સફળ સારવારનો દાવો કરતા કોરોનિલ નામની એક દવા કાલે બજારમાં ઉતારી હતી. પરંતુ તેના પર બાબા રામદેવે ચારેબાજુથી હુમલાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે બાબા રામદેવે તેના પર પ્રતિક્રિયા આપી છે. 
 

કોરોનિલ દવા વિવાદઃ બાબા રામદેવનું ટ્વીટ, કહ્યુ- નફરત ફેલાવનારા માટે નિરાશાના સમાચાર

નવી દિલ્હીઃ બાબા રામદેવે (Baba ramdev) કોરોના મહામારીની (Crona virus) સફળ સારવારનો દાવો કરતા કોરોનિલ નામની એક દવા કાલે બજારમાં ઉતારી હતી. પરંતુ તેના પર બાબા રામદેવે ચારેબાજુથી હુમલાનો સામનો કરવો પડી રહ્યો છે. આયુષ મંત્રાલયે આ દવા માટે પતંજલિને નોટિસ ફટકારી ત્યારબાદ સોશિયલ મીડિયા પર રામદેવની મજાક ઉડાવવામાં આવી રહી છે. 

fallbacks

પરંતુ આયુષ મંત્રાલયે કહે કહ્યું કે, તેને દવાના ક્લીનિકલ ટ્રાયલ સંબંધી બધા દસ્તાવેજો મળી ગયા છે અને તે સંશોધનના પરિણામની ખાતરી કરવા માટે દસ્તાવેજોનો અભ્યાસ કરશે. આ પત્ર આવતા બાબા રામદેવની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે, આયુર્વેદનો વિરોધ તથા નફરત કરનાર માટે ઘોર નિરાશાના સમાચાર. 

ટ્વીટની સાથે આયુષ મંત્રાલયનો પત્ર
બાબા રામદેવે પોતાના ટ્વીટની સાથે આયુષ મંત્રાલયનો એક પત્ર પણ જોડ્યો છે. હકીકતમાં પતંજલિ આયુર્વેદના આચાર બાલકૃષ્ણએ આ વિશે ગઇકાલે મંત્રાલયને એક પત્ર લખ્યો હતો. જેના જવાબમાં આયુષ મંત્રાલયે બાલકૃષ્ણને એક પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેને દવાના ક્વીનિકલ ટ્રાયલ સંબંધિ બધા દસ્તાવેજો મળી ગયા છે. મંત્રાલય સંશોધનના પરિણામની ખાતરી કરવા માટે આ દસ્તાવેજોનો અભ્યાસ કરશે. 

લોન્ચ થતા વિવાદ
બાબા રામદેવની પતંજલિ આયુર્વેદની દિવ્ય કોરોના કિટની જાહેરાત પર આયુષ મંત્રાલયે પ્રતિબંધ લગાવી દીધો હતો. મંત્રાલયે રામદેવની કંપનીને દવા વિશે જાણકારી ઉપલબ્ધ કરાવવાનું કહ્યું હતું. પૂછ્યુ છે કે તે હોસ્પિટલ અને સાઇટ વિશે પણ જણાવો, જ્યાં તેનું સંશોધન થયું છે. તો ઉત્તરાખંડ સરકાર આ આયુર્વેદિક દવાના લાયસન્સ વગેરે વિશે જાણકારી માગી છે.

ઉત્તરાખંડ આયુષ મંત્રાલયે કોરોનિલ દવા પર પતંજલિને ફટકારી નોટિસ, માગ્યો જવાબ

મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, પતંજલિ આયુર્વેદ લિમિટેડ હરિદ્વાર તરફથી કોવિડ 19ની સારવાર માટે તૈયાર દવાઓ વિશે તેને મીડિયામાંથી જાણકારી મળી છે. દવા સાથે જોડાયેલા વૈજ્ઞાનિક દાવાના અભ્યાસ અને વર્ણન માટે મંત્રાલયની પાસે કંઈ જાણકારી નથી. 

શું બોલ્યા હતા આયુષ મંત્રી
તો આ અંગે કેન્દ્રીય આયુષ મંત્રાલયના મંત્રી શ્રીપદ નાયકે કહ્યુ કે, બાબા રામદેવે પોતાની દવાની જાહેરાત મંત્રાલયની મંજૂરી વગર મીડિયામાં ન કરવી જોઈએ. અમે તેની પાસે જવાબ માગ્યો છે અને મામલો ટાસ્ક ફોર્સને મોકલ્યો છે. બાબા રામદેવ પાસે જે જવાબ માગવામાં આવ્યા હતા, તેમણે તે જવાબ આપ્યા છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More