Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં ડોક્ટર બનવું મોંઘું પડશે, મેડિકલ કોલેજની ફીમાં તોતિંગ વધારો કરાયો

Medical College Fee Hike : ગુજરાતની 19 સ્વનિર્ભર મેડિકલ કોલેજોની સરકારી ક્વોટાની ફીમાં રૂપિયા 1 લાખનો વધારો... પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ, પેરા મેડિકલ સહિતની કોર્સની ફી પણ જાહેર

ગુજરાતમાં ડોક્ટર બનવું મોંઘું પડશે, મેડિકલ કોલેજની ફીમાં તોતિંગ વધારો કરાયો

Medical College Fee Hike : ગુજરાતમાં હવે ડોક્ટર બનવાનું સપનુ મોંઘુ થશે. કારણ કે, મેડિકલ કોલેજોની ફીમાં તોતિંગ વધારો કરાયો છે. આ ફી વધારો લાખોમાં થયો છે. 

fallbacks

ફી રેગ્યુલર કમિટિ (એફઆરસી) દ્વારા બે વર્ષનો ફી વધારવાની જાહેરાત કરાઈ છે. જેમાં રાજ્યની 19 મેડિકલ સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં ફી વધારો જાહેર કરાયો છે. ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા 8% થી લઈને 12% સુધીનો વધારો કરાયો છે. સરકારી ક્વોટામાં ફી 8.30 થી 11.20 લાખ જ્યારે મેનેજમેન્ટ કોટામાં ફી 18.27 થી 25.53 લાખ ફી જાહેર કરાઈ છે. 

આ ફી વધારો અંડર ગ્રેજ્યુએશન એટલે કે એમબીબીએસની 19 અને પોસ્ટ ગ્રેજ્યુએશન MD-MSની 10 કોલેજોમાં લાગુ પડશે. જુદી જુદી કોલેજોના સરકારી ક્વોટાની હાલની ફીમાં સરેરાશ 1 લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજ રીતે મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં સરેરાશ દોઢ લાખ રૂપિયાનો વધારો કરાયો છે. મેડિકલની સાથે સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ, પેરા મેડિકલ સહિતની કોર્સની ફી પણ નક્કી કરવામાં આવી છે. 

વિસાવદરમાં પાટીદારો વચ્ચે જંગ, ભાજપ-આપ બાદ કોંગ્રેસે પણ પાટીદાર ઉમેદવારને આપી ટિકિટ

ગુજરાતની સેલ્ફ ફાઈનાન્સ મેડિકલ કોલેજમાં દર ત્રણ વર્ષે ફી વધારો કરાતો હોય છે. અગાઉ વર્ષ 2018 માં ભાવ વધારો કરાયો હતો. તેના બાદ વર્ષ 2021 માં ફી વધારાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ આ સમય દરમિયાન કોરોનાકાળ હોવાથી ફી વધારાનો નિર્ણય લાગુ કરાયો ન હતો. ત્યારે હવે મેડિકલ સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં 8 થી 12 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આમ, હવે આ વર્ષથી મેડિકલ કોલેજમાં એડમિશન લેનારાઓને 12 ટકા ફી વધુ ચૂકવવા પડશે.  

આ વર્ષે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓએ આગામી ચાર વર્ષ સુધી એક સરખી ફી ભરવાની રહેશે. આગામી વર્ષે જે વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશ મેળવશે તેઓએ હાલની ફી કરતા 12 ટકા વધારે અને છેલ્લા એટલે કે વર્ષ 2026-27માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓએ વધુ 12 ટકા ફી ભરવાની તૈયારી રાખવી પડશે. 

કોંગ્રેસ સામે ભડાસ કાઢ્યા બાદ મેવાણીના સૂર બદલાયા, પક્ષ જેને જાહેર કરે એ મારો મિત્ર!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More