ઈતિહાસના પુસ્તકો રસપ્રદ કહાનીઓથી ભરેલા છે. આજે અમે તમને ઈતિહાસના પન્ના પરથી એક એવી રાણી વિશે જણાવીશું જે દુનિયાની સૌથી રહસ્યમયી મહિલાઓમાંથી એક ગણી શકાય. આ કહાની છે આફ્રીકી દેશ અંગોલાની રાણી એનજિંગા મબાંદીની. જેની હોશિયારીના કિસ્સા જાણીને દંગ રહી જશો. આ ઉપરાંત આ રાણી એનજિંગા એમબાંદી વિશે એવું પણ કહેવાય છે કે જે પણ લોકો સાથે તે શારીરિક સંબંધ બનાવતી હતી તેમને આગને હવાલે કરી દેતી હતી. એટલે કે બાળી મૂકતી હતી.
રાણી એનજિંગા એમબાંદી કોણ હતી તે પણ જાણવા જેવું છે. રાણી એનજિંગા દક્ષિણ-પશ્ચિમ આફ્રિકાના એન્ડોન્ગો અને મટાંબા વિસ્તારો પર શાસન કરતી હતી. તે જ જનજાતિમાંથી આવતી હતી તેનું નામ એમબાંડો હતું. તે સમયે સ્થાનિક ભાષા કમ્બાડોમાં એન્ડોગાને અંગોલા કહેવામાં આવતું હતું. ત્યારબાદ આ નામ સમગ્ર વિસ્તાર માટે જાણીતુ થઈ ગયું અને તે દેશ અંગોલાના નામે જ ઓળખાય છે.
મહિલાઓના કપડાં પહેરતા પુરુષો
રાણી એનજિંગા અંગે અનેક પ્રકારની કહાનીઓ પ્રચલિત છે. કેટલીક તો તેની પ્રાઈવેટ લાઈફ વિશે છે. બીબીસીના એક રિપોર્ટ મુજબ ફ્રેન્ચ દાર્શનિક માર્કિસ ડે સાદેએ પોતાના પુસ્તક 'દા ફિલોસોફી ઓફ ધ ડ્રેસિંગ ટેબલ' માં તેની કેટલીક કહાનીઓને જગ્યા આપી છે. કહાનીઓ મુજબ , "રાણી એનજિંગા પોતાના મહેલમાં એક ખાસ જગ્યા રાખતી હતી. જેમાં અનેક પુરુષો રહેતા હતા. એવું કહેવાય છે કે તેમની આ ખાસ જગ્યામાં રહેતા પુરુષોએ મહિલાઓના કપડાં પહેરવા પડતા હતા."
રાણી સાથે સૂવા માટે લડતા કુશ્તી
કહાનીઓમાં એવું પણ છે કે જ્યારે રાણીએ કોઈ પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવવાનો હોય તો તે પુરુષ (જેણે મહિલાઓના કપડાં પહેરેલા છે) અંદરોઅંદર લડતા હતા અને પછી જે પણ જીતે તેની સાથે રાણી રાત પસાર કરતી હતી. જો કે ચોંકવનારી વાત એ હતી કે રાત પસાર કર્યા બાદ એટલે કે સેક્સ કર્યા બાદ તે પુરુષને જીવતો બાળી મૂકવામાં આવતો હતો. રિપોર્ટમાં બીબીસીએ એવો પણ દાવો કરતા કહ્યું છે કે કેટલાક ઈતિહાસકારો આ પ્રકારના દાવાને સાચું હોવાનું પુષ્ટિ કરતા નથી.
શું કહે છે ઈતિહાસકારો?
રાણી એનજિંગા એમબાંદી અંગે ઇતિહાસકારોનું કહેવું છે કે તેના જીવનના અનેક પહેલુઓ છે. અલગ અલગ રીતે રજૂ કરાયા ચે. તેઓ એક બહાદુર અને હોશિયાર મહારાણી તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત તેમના વિશે કેટલીક કહાનીઓ એવી પણ છે જે રાણીને ક્રૂર શાસક તરીકે રજૂ કરે છે. રાણી એજનિંગની અસલિયત શું હતી તે હજુ સુધી સ્પષ્ટ નથી પરંતુ એટલું જરૂર છે કે તેઓ ઇતિહાસની સૌથી રહસ્યમય મહિલાઓમાંથી એક જરૂર હતી.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે