Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર ગામે માત્ર એક રૂપિયો લઇ 23 ફેબ્રુઆરીએ સમગ્ર ગુજરાતમાંથી 211 દીકરીઓના સમૂહલગ્ન કરવામાં આવશે. આ પ્રસંગમાં જમીન આપવા માટે લગ્નના મુખ્ય આયોજકે પોતાના 50 વીઘા જમીનમાં વાવેલો ઘઉંનો પાક ગાયોને ખવડાવી દીધો હતો. તેમજ એરંડાના પાકમાં કટર મારી દીધી હતુ. જેને લઈને ખેડૂતની માનવતા મહેંકી ઉઠી છે.
ખેડૂતની દરિયાદિલી
કાંકરેજ તાલુકાના રાનેર ગામે આગામી 23 ફેબ્રુઆરી 2025ના દિવસે સમગ્ર ગુજરાતમાંથી 211 દીકરીઓના લગ્ન માત્ર એક રૂપિયો લઇને થશે. જેના માટે કદમ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રસંગ યોજવા માટે મુખ્ય આયોજક કનુભા વી. જાદવે તેમના 50 વીઘા જમીનમાં વાવેલો ઘઉંનો પાક ગાયોને ખવડાવી દીધો હતો. તેમજ એરંડાના પાકમાં કટર મરાવી દીધુ હતુ. જેને લઈને આ વિસ્તારની ગાયો પણ તૃપ્ત થઈ ગઈ હતી.
માનવતા મરી પરવારી! દીકરા-વહુએ માર માર્યો, વૃદ્ધા ફરિયાદ કરવા ગયા તો પોલીસે પણ કલાકો બેસાડી રાખ્યા
ખેડૂતે લાખોનું નુકસાન વહોરી લીધું
જે ખેતરમાં ગાયો ચરાવી તેમાં રૂપિયા 7.50 લાખના ઘઉં અને રૂપિયા 10 લાખના એરંડાનો તૈયાર થાત. લગ્નના મુખ્ય આયોજકે 25 વીઘા જમીનમાં વાવેતર કર્યુ હતુ. એક વીઘામાંથી 10 બોરી ઘઉં નીકળે તો 25 વીઘામાં 250 બોરી થાય. જે એક બોરીમાં 5 મણ ઘઉં પ્રમાણે 1250 મણ ઘઉં પાકે વર્તમાન સમયના 1 મણના ભાવ રૂપિયા 600 પ્રમાણે 7,50,000ના ઘઉં તૈયાર થાત. તેજ પ્રમાણે 1 વિધા જમીનમાંથી એરંડાની 8 બોરી નીકળે, 25 વીઘા 200 બોરી થાય, એક બોરીમાં 4 મણ એરંડા પ્રમાણે 800 મણ એરંડા નીકળે જેના વર્તમાન રૂપિયા 1250 ભાવ પ્રમાણે રૂપિયા 10,00,000 ખેડૂતને મળતા. જોકે, કનુભાએ 211 દીકરીઓના લગ્ન પ્રસંગે આ નુકસાન વેઠ્યું છે.
આ બાબતને લઈને કનુભા જાદવ પોતાને ખુશનસીબ માની રહ્યા છે કે તેમને દીકરીઓ અને ગાયોની સેવા કરવાનો મોકો મળ્યો. દીકરીઓના લગ્ન માટે મેં મારા ખેતરના 50 વિઘામાં ઉભેલા પાકમાં ગાયોને ચરાવી દીધી છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતાની રાદડિયાને મોટી સલાહ, ‘સમય છે પાછા વળો ફાયદામાં રહેશે’
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે