Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા આપવાના માટે આપવામાં આવ્યા બે ઓપ્શન, આટલા ટકા વિદ્યાર્થીઓ ઓફલાઇન આપશે પરીક્ષા

Gujarat University Exams: ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઓફલાઇન બંને મોડમાં પરીક્ષા આપવાનો ઓપ્શન આપવામાં આવ્યો છે. જેની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી એટલે આવતીકાલે છે.

ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા આપવાના માટે આપવામાં આવ્યા બે ઓપ્શન, આટલા ટકા વિદ્યાર્થીઓ ઓફલાઇન આપશે પરીક્ષા

અમદાવાદ: Gujarat University Exams: ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઓફલાઇન બંને મોડમાં પરીક્ષા આપવાનો ઓપ્શન આપવામાં આવ્યો છે. જેની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી એટલે આવતીકાલે છે. ગુજરાત યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા અંસુઆર 33,000 અથવા કુલ સંખ્યાના 50 ટકા વિદ્યાર્થીઓએ કહ્યું કે તે ઓનલાઇન પરીક્ષા આપવાનું વધુ પસંદ કરશે. આ સંખ્યા આગામી દિવસોમાં વધવાની આશા છે. ગુજરાત યુનિવર્સિટીના ફર્સ્ટ સેમિસ્ટર માટે પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

fallbacks

હજુ સુધી ઓફલાઇન પરીક્ષાની તારીખો નથી થઇ જાહેર
કોરોના મહામારીના કારણે ઓનલાઇન અને ઓફલાઇન એટલે રિટન પરીક્ષાની ચોઇસ આપવામાં આવી છે. સાથે જ યુનિવર્સિટીએ હજુ સુધી ઓફલાઇન પરીક્ષાની તારીખોની જાહેરાત કરી નથી. આ પરીક્ષા બીએ, બીકોમ, બીએસસી, બીબીએ, બીસીએ, બીઇડ, એલએલબી, એમએ અને એમકોમ જેવા સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો માટે આયોજિત કરવામાં આવશે. 

GSSSB, Exam: બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિટન્ટની પરીક્ષા મોકૂફ, જાણો કેમ લીધો આ નિર્ણય?

યુનિવર્સિટીના કુલ 250 વિષયો માટે યોજાય છે પરીક્ષા
ગુજરાત યુનિવર્સિટીએ તાજેતરમાં જ પોતાના તમામ વિદ્યાર્થીઓને આ ઓપ્શન આપ્યો છે, જે કાઉન્સિલ ઓફ ઇન્ડીયા અને નેશનલ મેડિકલ કમિશન જેવા કાઉન્સિલ હેઠળ કાર્ય કરે છે. યુનિવર્સિટી પોતાના સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં કુલ 250 વિષયો માટે પરીક્ષા આયોજિત કરે છે અને આ દર વર્ષે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં ઓફલાઇન મોડમાં યોજાય છે અને લગભગ સવા લાખ વિદ્યાર્થીએ આ યુનિવર્સિટીની પરીક્ષા આપવાની હોય છે. 

રાજ્યના યુવાઓ માટે સરકારનો મહત્વનો નિર્ણય, વધુ ૩૩૪ જગ્યાએ માટે સીધી ભરતી કરાશે

સ્કૂલોમાં વધી હાજર
તમને જણાવી દઇએ કે ગુજરાતમાં મંગળવારે ઓફલાઇન ક્લાસમાં ભાગ લેનાર પ્રાઇમરી લેવલના બાળકોની સંખ્યામાં સોમવારની તુલનામાં 48 ટકાનો વધારો જોવા મળ્યો છે. કોવિડ 19 કેસમાં વધારાના કારણે રાજ્યભરમાં સ્કૂલો લગભગ એક મહિના માટે બંધ હતી અને સરકારે સોમવાર્થી ધોરણ 1 થી 9 સુધીની સ્કૂલો ફરીથી શરૂ કરવાની પરવાનગી આપી છે કારણ કે કોવિડ કેસમાં ઘટાડો નોંધાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More