Home> Gujarat
Advertisement
Prev
Next

કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીએ અમદાવાદના રસ્તાની પોલ ખોલી

Gujarati Singer Aditya Gadhvi Post Viral : સિંગર આદિત્ય ગઢવીએ કર્યો વીડિયો પોસ્ટ... અમદાવાદના ખરાબ રસ્તાઓ પર કટાક્ષ કરતાં કર્યો વીડિયો ઈન્સ્ટા પોસ્ટ... ‘રોડ ટુ હેવન’ નામે કટાક્ષ કરી ખરાબ રસ્તાની ઈન્સ્ટા પોસ્ટ કરી

કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીએ અમદાવાદના રસ્તાની પોલ ખોલી

Ahmedabad News : અમદાવાદમાં ઓલિમ્પિક રમાડવાની વાતો ચાલે છે, પરંતુ હાલ ચોમાસામાં અમદાવાદના એકેય રસ્તાના ઠેકાણા નથી. ગુજરાતના જાણીતા ગાયક આદિત્ય ગઢવીએ વીડિયો પોસ્ટ કરીને અમદાવાદના વિકાસની પોલ ખોલી છે. 

fallbacks

ગુજરાતમાં વિકાસ બહુ થાય છે, પરંતું આ વિકાસ માત્ર નેતાઓના ભાષણમાં જ છે. અમદાવાદના વિકાસના તો આખા દેશમાં ઉદાહરણ આપવામાં આવે છે, પરંતુ અમદાવાદમાં ચોમાસામાં આવો તો સાચો વિકાસ ખબર પડે. ગુજરાતના જાણીતા ગાયક આદિત્ય ગઢવી પણ અમદાવાદના રસ્તાઓથી એવા કંટાળ્યા છે કે તેમણે વીડિયો બનાવીને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો. 

આદિત્ય ગઢવીનો અમદાવાદની રસ્તાઓનો પોલ ખોલતો વીડિયો હાલ વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, તેઓ પોતાની કારમાં અમદાવાદના ઉબડખાબડ રસ્તા પરથી પસાર થઈ રહ્યાં છે. તેમણે આ વીડિયોને ‘રોડ ટુ હેવન’ એવુ ટાઈટલ આપીને તંત્રની મજાક ઉડાવી છે. 

રોડ ટુ હેવન એટલે સ્વર્ગ જવાનો રસ્તો. વાત તો સાચી છે, આવા ખરાબ રસ્તાઓ ન જાણે વર્ષે દહાડે કેટલાક નાગરિકોના જીવ પણ લેતા હોય છે. જેની આ તંત્રને કોઈ પડી નથી. ભ્રષ્ટ અધિકારીઓને કારણે રસ્તાઓની આવી હાલત થઈ ગઈ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More