Gujarat Weather: ગુજરાતમાં કરા સાથે અને ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરાઈ હતી..જેના કારણે રાજ્યના અનેક જિલ્લામાં માવઠાનો માર પડ્યો પણ ખરાં...પરંતુ હવે માવઠાના માર પછી હાર્ડ થીજવતી ઠંડી માટે ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે. એવી ઠંડી પડશે કે ગુજરાતમાં જ શિમલા કે કશ્મીર જેવો અહેસાસ થશે. એક સ્વેટરની જગ્યાએ બે-બે સ્વેટર પહેરવા પડશે.
ગુજરાતમાં ઠંડી વધારે પડે તેનું સૌથી મોટું કારણ ઉત્તર ભારતના રાજ્યો હોય છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીનો ચમકારો થાય અને બરફના થર જામે ત્યારપછી જ ગુજરાતમાં કાતિલ ઠંડી પડતી હોય છે. જમ્મુ કશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરખંડ સહિતના પહાડી રાજ્યોમાં બરફનો વરસાદ થઈ ગયો છે. પહાડો પર બરફની ચાદર પથરાઈ ગઈ છે અને સહેલાણીઓ આ બરફની મજા ઉઠાવી રહ્યા છે. પરંતુ આ જ સ્નોફોલથી હવે ગુજરાતીઓએ કાતિલ ઠંડી માટે તૈયાર રહેવું પડશે.
તો કંઈક આવી ઠંડી માટે ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે. હાલ માગસર મહિનો ચાલી રહ્યો છે. અને આ મહિનામાં માવઠાની આગાહી કરાઈ હતી. ગુજરાતમાં કરા સાથે વરસાદની આગાહી બાદ હવે ઠંડીનો ચમકારો વધશે. પહાડી પ્રદેશોમાં કાતિલ હિમવર્ષાની શરૂઆત થઈ ગઈ છે જેના કારણે હવે ગુજરાતમાં બે બે સ્વેટર પહેરવા પડે તેવી ઠંડી પડશે. કચ્છનું નલિયા તો જાણે ઠુઠવાઈ જ જવાનું છે. તમારે બાળકોને થર્મલ વેર પહેરવાની ફરજ પાડવી જ પડશે. આ ઠંડીનો ચમકારો પોષ માસથી શરૂ થાય તેવા એંધાણ છે એટલે કે બે દિવસ પછી થરથર ધ્રુજાવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે.
ઠંડીનો ચમકારો એવો હશે કે તાપણા વગર નહીં ચાલે...રાતના સમયે તો હાર્ટ બંધ થઈ જાય તેવી ઠંડી પડશે. માગસર પુરો થવામાં બે દિવસની જ વાર છે અને પોષની શરૂઆતથી જ ઠંડીનો માર શરૂ થઈ જશે. આ ઠંડી એવી હશે કે તાપણ વગર પોષ માસ નહીં નીકળે. તેથી જ ઠંડી જતી રહી તેવું માનનારા લોકો સાવધાન થઈ જજો અને જ્યાં પણ સંતાડ્યા હોય ત્યાંથી સ્વેટર સહિતના ગરમ કપડાં બહાર કાઢી નાંખજો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે