Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતીઓની ચિંતા વધી; હવામાન વિભાગના મતે આગામી દિવસોને લઈને જબરદસ્ત આગાહી કરાઈ!

શનિવારથી રાજ્યમાં ફરી ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનથી અમદાવાદ સહિત રાજ્યમાં મિશ્ર વાતાવરણ છે. ગયા અઠવાડિયા કરતા થોડી રાહત મળી છે. ત્યારે શનિવારથી ગરમી ફરી 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.

ગુજરાતીઓની ચિંતા વધી; હવામાન વિભાગના મતે આગામી દિવસોને લઈને જબરદસ્ત આગાહી કરાઈ!

ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના મતે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી સામાન્ય વાતાવરણ રહેશે. ઉત્તર અને મધ્યમ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે 25 માર્ચથી તાપમાનમાં 4 ડિગ્રી સુધી તાપમાન વધશે. 26 અને 27 માર્ચના રોજ કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી રહેશે.

fallbacks

શનિવારથી રાજ્યમાં ફરી ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનથી અમદાવાદ સહિત રાજ્યમાં મિશ્ર વાતાવરણ છે. ગયા અઠવાડિયા કરતા થોડી રાહત મળી છે. ત્યારે શનિવારથી ગરમી ફરી 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહ્યું. 

રાજ્યમાં છેલ્લા અઠવાડિયામાં સતત હિટવેવ રહ્યું અને તાપમાન 41 ડીગ્રી સુધી પહોંચ્યું. માર્ચ મહિનામાં જ કાળઝાળ ગરમીનો અહેસાસ કર્યો અને ત્યારબાદ વાતાવરણ પલટો જોવા મળ્યો. વહેલી સવારથી જ ઉત્તર ગુજરાત અને અમદાવાદ શહેરમાં વાદળ છાયું વાતાવરણ સર્જાયું.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 25થી 27 માર્ચના સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં વાતાવરણ પલટો આવશે અને સામાન્ય વરસાદી છાંટા છે. જ્યારે હવામાન વિભાગના મતે, તાપમાન વધવાના કારણે અરબી સમુદ્રમાંથી ભેજ ઉપર આવ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા સર્જાયું છે. વાદળછયા વાતાવરણના કારણે તાપમાન ઘટ્યું છે અને ગરમીમાંથી રાહત મળી છે પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More