Home> Gujarat
Advertisement
Prev
Next

આવી કરાઈ છે ભયાનક આગાહી! ગુજરાતના આ વિસ્તારમાં બપોરે 1થી 5 બહાર ન નીકળવા અપીલ

Weather Forecast: ગુજરાતમાં ફરી એકવાર મોસમનો બેવડો માર પડે તેવી શક્યતા છે. રાજ્યમાં એક બાજુ હિટવેવ અને બીજી બાજુ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં, રાજકોટમાં હિટવેવની આગાહી કરાઈ છે. 

આવી કરાઈ છે ભયાનક આગાહી! ગુજરાતના આ વિસ્તારમાં બપોરે 1થી 5 બહાર ન નીકળવા અપીલ

Gujarat Weather Forecast: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હિટ વેવ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેને લઈને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, મોરબી, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હજુ પણ બે દિવસ હિટ વેવ રહેવાની આગાહી હોવાથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. 

fallbacks

તમારી વાર્ષિક આવક 6 લાખ સુધી હશે તો બાળક ફ્રીમાં ભણશે, સરકાર લેશે મોટો નિર્ણય

રાજકોટનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. બપોરે 1 થી સાંજે 5 વાગ્યા સુધી બિન જરૂરી બહાર ન નીકળવા આરોગ્ય વિભાગની અપીલ કરી છે. જિલ્લા આરોગ્ય વિભાગે સ્કૂલ-કોલેજોમાં ગરમી થી બચવા શેડ ઉભા કરવા આપી સૂચના આપી છે અને બપોરના સમયે ચાલતી સ્કૂલોમાં ORSની સુવિધા રાખવા સ્કૂલ સંચાલકોને આદેશ કર્યો છે. 

લો બોલો!અમદાવાદમાં પોલીસ પોતે જ બની ગઈ સાયબર છેતરપિંડીનો શિકાર,કિસ્સો જાણી ચોંકી જશો

બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોને બપોરે ન નીકળવા અપીલ કરી છે. એટલું જ નહીં હિટ સ્ટ્રોકના બનાવો થી બચવા ઠંડા-પીણાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. રાજકોટમાં ગરમીને કારણે બપોરે રોડ-રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે.

કાળઝાળ ગરમી વચ્ચે દ.ગુજરાતમાં વીજળી ગુલ; વીજ કંપની દ્વારા આ જિલ્લાઓમાં કરાયા મેસેજ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More