Mangal Gochar 2025: ગ્રહોના સેનાપતિ મંગળ મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી ગ્રહ છે. આગામી મહિનામાં 3 તારીખે મંગળ રાશિ બદલશે. મંગળ હાલ મિથુન રાશિમાં ગોચર કરે છે અને 3 એપ્રિલથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. મંગળના કર્ક રાશિમાં પ્રવેશથી બધી જ રાશિઓ પર તેનો પ્રભાવ પડશે.
આ પણ વાંચો: 27 વર્ષ પછી શનિ પોતાના નક્ષત્રમાં પ્રવેશ કરશે, ધાર્યા કરતાં ચારગણું આપશે શનિ
કર્ક રાશિમાં મંગળ નીચ સ્થાનમાં હોય છે. એટલે કે મંગળની ઉર્જા કર્ક રાશિમાં નબળી પડી જાય છે. જેમાં ક્રોધ, આત્મવિશ્વાસ, મેન્ટલ હેલ્થ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. આ કારણે મંગળનું ગોચર કેટલીક રાશિના લોકોના જીવનમાં સમસ્યા વધારી શકે છે તેથી 3 એપ્રિલથી આ રાશિના લોકોએ વિશેષ સાવધાની રાખવી પડશે.
મંગળનું ગોચર આ રાશિઓ માટે અશુભ
આ પણ વાંચો: દૈનિક રાશિફળ 13 માર્ચ: મકર રાશિ માટે આજનો દિવસ ખૂબ જ શુભ, તમને સારા પરિણામ મળશે
મેષ રાશિ
મેષ રાશિનું સ્વામી ગ્રહ મંગળ છે. મંગળનું આ ગોચર મેષ રાશિના ચોથા ભાગમાં થશે જેના કારણે પારિવારિક જીવનમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. માતા સાથે સંબંધ બગડી શકે છે અને વાહન તેમજ પ્રોપર્ટી સંબંધિત વિવાદ થવાની પણ સંભાવના અચાનક તમારા ખર્ચ વધી શકે છે જેના કારણે આર્થિક સ્થિતિ પ્રભાવિત થશે.
આ પણ વાંચો: Gold : આ 5 રાશિઓના લોકોને જ ફળે સોનું, વૃષભ સહિતની 4 રાશિઓને હંમેશા કરાવે નુકસાન
કર્ક રાશિ
કર્ક રાશિમાં મંગળનો પ્રવેશ થશે. તેથી આ રાશિના લોકો નાની નાની વાત પર પણ ક્રોધ કરશે. સંબંધો બગડી શકે છે મહત્વનો નિર્ણય સમજી વિચારીને કરવો. ભારી નુકસાન થઈ શકે છે તેથી સંભાળીને આગળ વધવું. ડિપ્રેશનની સ્થિતિ પણ બની શકે છે.
આ પણ વાંચો: Budh Vakri : 15 માર્ચથી મીન રાશિમાં બુધ વક્રી થશે, રાજા જેવું સુખ ભોગવશે આ 5 રાશિઓ
તુલા રાશિ
તુલા રાશિના દસમા ભાવમાં મંગળનું ગોચર થશે તેથી કરિયર અને સમાજમાં પ્રતિષ્ઠામાં પ્રશ્ન ઉભો થશે. નોકરી અને વેપારમાં સંઘર્ષ વધી શકે છે. ઉપરી અધિકારી સાથે વિવાદ થવાની સંભાવના. નવી શરૂઆત માટે યોગ્ય સમય નથી. બિઝનેસ સંબંધિત નિર્ણય સમજી વિચારીને લેવો.
આ પણ વાંચો: 29 માર્ચથી આ રાશિઓને લાગશે પનોતી, જાણો શનિની પનોતીના ખરાબ પ્રભાવથી બચવા શું કરવું ?
મકર રાશિ
મકર રાશિના સાતમા ભાવમાં મંગળનું ગોચર થશે, પતિ પત્ની અને પાર્ટનરશીપ સંબંધિત સમસ્યા વધી શકે છે. ગેરસમજના કારણે ઝઘડા થવાને પણ સંભાવના. વેપારમાં પાર્ટનરશીપ કરતા લોકોને છેતરપિંડી થઈ શકે છે. આ સમય દરમિયાન હેલ્થ ઈસ્યૂ વધી શકે છે.
આ પણ વાંચો: Shani Gochar: હોળી પછી શરુ થશે 3 રાશિનો ગોલ્ડન ટાઈમ, દરેક કામ થશે સફળ, વધશે ધનની આવક
કુંભ રાશિ
કુંભ રાશિના છઠ્ઠા ભાવમાં મંગળનું ગોચર થશે. કારણ વિનાના ઝઘડા અને કાનૂની વિવાદ વધી શકે છે. આ સમય દરમિયાન વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. બ્લડ પ્રેશર અને માથાના દુખાવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ઓફિસમાં સહકર્મીઓ પરેશાન કરી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે