Home> Gujarat
Advertisement
Prev
Next

8100 કરોડનું લોન કૌભાંડ, સાંડેસરાની 7 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરવાની ઇડીએ કરી માંગ

ઇડીના એક અધિકારીએ જણાવ્યું કે સ્ટર્લિંગના માલિકોને આર્થિક ગુના કાયદાની કલમ 4 હેઠળ ભાગેડુ જાહેર કરવા માટે અરજી કરી
 

8100 કરોડનું લોન કૌભાંડ, સાંડેસરાની 7 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરવાની ઇડીએ કરી માંગ

વડોદરા:  8100 કરોડ રૂપિયાના બેન્ક લોન કૌભાંડના આરોપી વડોદરાના સ્ટર્લિંગ બાયોટેક ગ્રૂપના માલિકને ભાગેડુ અને આર્થિક ગુનેગાર જાહેર કરવા માટે ઇડીએ શુક્રવારે સ્પેશિયલ કોર્ટમાં અરજી દાખલ કરી. તે અંગે કોર્ટે આરોપીઓને નોટિસ જારી કરી જવાબ માગ્યા છે. ઇડીએ 191 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોધી છે. વડોદરાના વેપારી પરિવારની 7000 કરોડની સંપત્તિ ઇડી દ્વારા જપ્ત કરવાની માંગ કરવામાં આવી છે. ઇડીના એક અધિકારીએ જણાવ્યું કે સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા, દીપ્તિ સાંડેસરા અને હિતેશ પટેલને ભાગેડુ આર્થિક ગુના કાયદાની કલમ 4 હેઠળ ભાગેડુ જાહેર કરવા માટે અરજી કરવામાં આવી હતી. આ કાયદા હેઠળ ભાગેડુંની સંપત્તિ તાત્કાલિક જપ્ત કરવામાં આવે છે.

fallbacks

વધુ વાંચો...દેવામાં ડૂબેલા દ્વારકાના ખેડૂતે કર્યો ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ, પરિવાર પર આભ ફાટ્યું

બેંકો સાથે છેતરપિંડીના મામલે તપાસ શરૂ થતાં જ ઉપરોક્ત આરોપીઓ દેશ છોડી ભાગી ગયા. ઇડીએ માગ કરી છે કે નવા કાયદા હેઠળ કાર્યવાહી કરી વડોદરાના વેપારી પરિવારની ભારત અને વિદેશમાં સ્થિત રૂ. 7000 કરોડથી વધુની સંપત્તિ તાકીદે જપ્ત કરવામાં આવે.

વધુ વાંચો...બોટાદ ગઢડા રોડ પર કાર અને દૂધના ટેમ્પા વચ્ચે અકસ્માત, ઘટના સ્થળે જ 2ના મોત

સાંડેસરાની વિદેશોમાં છે  અનેક કંપનીઓ
તપાસમાં ઇડીને જણાયું કે ગ્રૂપના પ્રમોટર્સે છેતરપિંડીની રકમ વિદેશોમાં મોકલાવી દીધી છે. સાંડેસરા ગ્રૂપની યુએઇ, અમેરિકા, બ્રિટન, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ, મોરેશિયસ, બારબાડોઝ અને નાઇજિરિયા જેવા દેશોમાં 100થી વધુ કંપનીઓ છે. આ મામલે ઇડીએ અત્યાર સુધી 191 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. તેમાંથી 7 વ્યક્તિ અને 184 કંપનીઓ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More