Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપના છબીલ પટેલ પર દુષ્કર્મની ફરિયાદ, અશ્લીલ ફોટા વાયરલ કરવાની આપી હતી ધમકી

કચ્છની અબડાસા બેઠકના પૂર્વ MLA વિરૂદ્ધ દિલ્હીના દ્વારકા પોલીસ મથકે દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીની એક મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.

ભાજપના છબીલ પટેલ પર દુષ્કર્મની ફરિયાદ, અશ્લીલ ફોટા વાયરલ કરવાની આપી હતી ધમકી

અમદાવાદ: કચ્છની અબડાસા બેઠકના પૂર્વ MLA વિરૂદ્ધ દિલ્હીના દ્વારકા પોલીસ મથકે દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીની એક મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. અગાઉ પણ છબીલ પટેલ અન્ય કેસમાં પણ ચર્ચાઓમાં આવેલા છે. 

fallbacks

મહિલા દ્વારા છબીલ પટેલ વિરૂદ્ધ દુષ્કર્મ અને મહિલાના અશ્લીલ તસવીરો વાયરલ કરીને તેને અને તેના પરિવારને જાનથી મારીનાખવાની ધમકી અપવાની ફરિયાદ કરવામાં આવી છે. યુવતીએ પોલીસને કહ્યું કે, તે છબીલ પટેલ પાસે મદદની માંગ સાથે ગઇ ત્યારે તેને કેફી પીણું પીવડાવી બેભાન કરીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

વધું વાંચો...8100 કરોડનું લોન કૌભાંડ, સાંડેસરાની 7 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરવાની ઇડીએ કરી માંગ

fallbacks

આગાઉ પણ અનેક વાર છબીલ પટેલ આવ્યા વિવાદમાં
બીજેપીના નેતા જયંતિ ભાનુશાળી સામે સુરતની યુવતીએ બળાત્કારની ફરિયાદમાં છબીલ પટેલનું નામ બહાર આવ્યું હતું ફરિયાદીના પૂર્વ પતિના દાવા પ્રમાણે પીડિતા સાથે તેના 2015ની 29 ડિસેમ્બરે થયા હતા પણ દોઢ વર્ષના અરસામાં લગ્ન જીવનમાં ભંગાણ પડ્યું હતું.ભૂતપૂર્વ પતિના આરોપ પ્રમાણે તે એવું કહેતી કે તું મને પૈસા આપે તો જ હું તારા ઘરે પાછી આવું. આ ઉપરાંત છૂટાછેટા માટે પણ મને ધમકીઓ પણ આપવામાં આવી હતી. પૂર્વ પતિએ એવા પણ આક્ષેપો કર્યા છે કે આ યુવતી લગ્ન બાદ પણ અલગ-અલગ લોકો સાથે શારીરિક સંબંધ ધરાવતી હતી અને અનેક રાજનેતાઓ પણ આ યુવતી સાથે ફસાઈ ચૂક્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More