Home> Gujarat
Advertisement
Prev
Next

લગ્નની લાલચ આપી સગીરા સાથે સંબંધ બાંધ્યો, ગર્ભવતી બની તો તરછોડી દીધી, પોલીસે કરી આરોપીની ધરપકડ

અમદાવાદમાં એક યુવકે સગીરાને લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આ સગીરા ગર્ભવતી થઈ તો તેને છોડીને ભાગી ગયો હતો. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. 
 

લગ્નની લાલચ આપી સગીરા સાથે સંબંધ બાંધ્યો, ગર્ભવતી બની તો તરછોડી દીધી, પોલીસે કરી આરોપીની ધરપકડ

ઉદય રંજન, અમદાવાદઃ સારા ભવિષ્યના સ્વપ્ન જોઈ પ્રેમીને સર્વસ્વ સોંપી દેનાર સગીરાને પસ્તાવાનો વખત આવ્યો છે. પ્રેમીએ લગ્ન કરવાની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું અને જ્યારે સગીરા ગર્ભવતી બની ત્યારે તેને તરછોડી દીધી. જે અંગે નિકોલ પોલીસને ફરિયાદ મળતા પોલીસે પોક્સો અને બળાત્કારની કલમ હેઠળ ગુનો નોંધી પ્રેમીની ધરપકડ કરી છે.

fallbacks

નિકોલ પોલીસ આકાશ રાજપુત નામના આરોપીની ધરપકડ કરી છે. જે નિકોલ ચાર માળીયાનો રહેવાસી છે. આકાશ તેના મિત્રના ઘરે આવતો હતો. તે સમયે મિત્રની બાજુમા રહેતી સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. છ મહિના મા 3 વખત સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ સગીરા ગર્ભવતી બની હતી. જે બાદ આકાશે તેને તરછોડી દેતા મામલો પોલીસ મથકે આવ્યો જ્યાં પોલીસે ગુનો નોંધી પ્રેમીની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ પરિવારને જાણ કર્યા વગર બાઇક લઈને નિકળી ગયો 15 વર્ષનો છોકરો, બસની અડફેટે આવતા મોત

પ્રેમી આકાશના દુષ્કર્મ બાદ જ્યારે સગીરા ગર્ભવતી બની ત્યારે તેના મિત્ર સાથે હોસ્પિટલ મોકલી હતી. જ્યાં સગીરાની ઉમર ખોટી બતાવી હતી અને સાથે જ મિત્ર ને પ્રેમિકાનો પતિ બતાવ્યો હતો. જે અંગે ફરિયાદીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. જોકે ગર્ભવતી હોવાનો રિપોર્ટ પોઝિટિવ આવતા પ્રેમી આકાશ તેને તરછોડી ફરાર થયો હતો.. જેથી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.

સગીરાની તપાસ કરતા સામે આવ્યું કે, સગીરાના માતા પિતાને ગર્ભવતી અંગેની માહિતી મળતા તેનો ગર્ભપાત કરાવ્યો હતો. જેથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસ તપાસમા શું નવી હકિકત સામે આવે છે તે જાણવું મહત્વનું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More