Home> Gujarat
Advertisement
Prev
Next

આગામી ત્રણ દિવસ ભારે, હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી, 3 ડિગ્રી સુધી વધી શકે છે તાપમાન

ગુજરાતમાં લોકો સખત ગરમીનો સામનો કરી રહ્યાં છે. સવારે સૂર્ય ઉગે ત્યારથી ગરમી શરૂ થઈ જાય છે. બપોરના સમયે તો ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ બની ગયું છે. આ વચ્ચે હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે.
 

આગામી ત્રણ દિવસ ભારે, હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી, 3 ડિગ્રી સુધી વધી શકે છે તાપમાન

અમદાવાદઃ ગુજરાતમાં આકરી ગરમીનું ટોર્ચર યથાવત છે. બે દિવસ ગરમીમાંથી થોડી રાહત બાદ હવે ફરી તાપમાનનો પારો ઉંચકાવા જઈ રહ્યો છે. જી હાં, ગુજરાતના હવામાન વિભાગે કાળઝાળ ગરમીના બીજા રાઉન્ડની આગાહી કરી દીધી છે. અને આ આગાહી એવી છે કે લોકોનું ઘરમાંથી પણ બહાર નીકળવું અઘરૂ થઈ રહ્યું છે. 

fallbacks

હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો 15થી 17 એપ્રિલ વચ્ચે કાળઝાળ ગરમી પડશે. તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી ઊંચકાશે. રાજ્યના અનેક જિલ્લામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.  કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, સાબરકાંઠા માટે હિટવેવની આગાહી છે.

સૂર્ય દેવતા 3 દિવસ સુધી આખા ગુજરાતને પોતાની ચપેટમાં લેવાના છે, તેમાં પણ કચ્છ, બનાસકાંઠા, રાજકોટ અને સાબરકાંઠાના લોકોને ઘરમાંથી નીકળવું પણ મુશ્કેલ બની જવાનું છે. 

હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પણ ગરમીનો પારો ઉચકાવાની આગાહી કરી છે. દેશ સહિત ગુજરાતમાં ધીમે ધીમે ગરમી વધી રહી છે. તેની સાથે હિટસ્ટ્રોકના કેસ પણ વધ્યા છે. આગામી દિવસોમાં ગરમી આકરી થવાની છે, ત્યારે અંગ દઝાડતી આ ગરમીમાં હિટસ્ટ્રોકથી બચવા માટે શું ધ્યાન રાખવું જોઈએ તેની પણ વાત કરી લઈએ. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં પાલતુ શ્વાન માટે બનશે સ્મશાન, એક સાથે બે શ્વાનના થઈ શકશે અંતિમ સંસ્કાર

બપોરના સમયે કામ વિના બહાર નીકળવાનું ટાળો...
માથા પર ટોપી, રૂમાલ કે છત્રી લઈને નીકળો....
સુતરાઉ કપડાં અને હાથમાં મોજાં પહેરવાનું રાખો....
ઘરના બારી-બારણાં બપોરના સમયે બંધ રાખો
સીધા ફૂંકાતા ગરમ પવનોથી બચવાનું રાખો
ઘરની બારી પર ભીનાં પડદા લગાવવાનું રાખો...
નાળિયેર પાણી, લીંબુ પાણી, છાશ જેવા પ્રવાહીનું સેવન કરો...
ભારે, તળેલું અને મસાલાવાળું ભોજન કરવાનું ટાળો...
ગરમીમાં હળવો ખોરાક ખાવાનો આગ્રહ રાખો...
વધારેમાં વધારે ફળો અને શાકભાજી ખાઓ....

આ એ ઉપાયો છે, જે તમને આ કાળઝાળ ગરમીથી બચાવશે

હજુ તો અડધો એપ્રિલ મહિનો પુરો થયો છે. હજુ આપણે મે-જૂનની આકરી ગરમી પણ સહન કરવાની છે. ત્યારે જે રીતે અત્યારથી જ ગરમી જૂના રેકોર્ડ તોડી રહી છે. તે પરથી તો લાગી રહ્યુ છે કે મે અને જૂન મહિનામાં આકાશમાંથી સીધી અગનજ્વાળા જ વરસશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More