Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્યના 215 તાલુકામાં વરસાદ, આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં છે ત્યારે સપ્ટેમ્બર માસમાં સૌથી વધુ વરસાદનો ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તુટ્યો છે. સપ્ટેમ્બર માસ પૂરો થવામાં હજી બે દિવસ બાકી છે. ત્યારે આજ મહિનામાં કુલ 10.98 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે

રાજ્યના 215 તાલુકામાં વરસાદ, આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદ: સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં છે ત્યારે સપ્ટેમ્બર માસમાં સૌથી વધુ વરસાદનો ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તુટ્યો છે. સપ્ટેમ્બર માસ પૂરો થવામાં હજી બે દિવસ બાકી છે. ત્યારે આજ મહિનામાં કુલ 10.98 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. હાલ આખા ગુજરાતમાં 41.48 ઈંચ સાથે કુલ 129.43 ટકા વરસાદ વરસી ચુક્યો છે. ગુજરાતમાં જૂન મહિનામાં 4.27 ઈંચ, જુલાઇમાં 8.75 ઈંચ, ઓગસ્ટમાં 17.56 ઈંચ અને ચાલુ મહિનામાં (સપ્ટેમ્બર) 10.98 ઈંચ વરસાદ વરસી ચુક્યો છે. ગુજરાતમાં વર્ષ 2015થી 2018ના સપ્ટેમ્બર મહિનામાં જેટલો વરસાદ પડ્યો છે તે બધો ભેગો કરીએ તો આ ચાલુ માસે પડેલો વરસાદ સૌથી વધુ છે.

fallbacks

આ પણ વાંચો:- આ વખતે નવરાત્રિમાં રોમિયોગીરી કરતા પહેલા સો વાર વિચારી લેજો, નહીં તો...

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હાલ ઉત્તર ગુજરાતના સાબરકાઠાં, અરવલ્લી, પાટણમાં વરસાદી વાદળોથી આકાશ ઘેરાયું છે. વહેલી સવારથી જ સાબરકાંઠાના વિજયનગર, હિંમતનગરમાં વરસાદ શરૂ થઇ ગયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પોશીનામાં 76 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે ઈડરમાં 6 મિમી, ખેડબ્રહ્મા 11 મિમી, હિંમતનગર 2 મિમી, વિજયનગરમાં 29 મિમી, વડાલીમાં 22 મિમી, તેમજ તલોદ અને પ્રાંતિજમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના જળાશયોમાં પાણીની આવક થઇ છે. જેમાં ગુહાઈ જળાશયમાં 30 ક્યુસક, હાથમતી જળાશયમાં 50 કયુસેક, હરણાવ જળાશયમાં 200 કયુસેક, જવાનપુરા જળાશયમાં 730 કયુસેક પાણીની આવક અને 730 કયુસેક પાણીની જાવક કરવામાં આવી છે.

fallbacks

પાટણ શહેરમાં વહેલી સવારથી મેઘરાજાનું આગમન થઇ ગયું હતું. વરસાદી વાતાવરણને લઈ સમગ્ર જિલ્લામાં લોકો ઠંડકનો અહેસાસ કરી રહ્યાં છે. એકધારા વરસી રહેલા વરસાદને લઈ ખેડૂત આલમ ચિંતિત બન્યો છે. ત્યારે પાટણ શહેરમાં આવેલ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જેના કરાણે વાહન ચાલકો અને રાહદારીને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ સિદ્ધપુરમાં ગત મોડી સાંજથી ચાલુ થયેલ વરસાદ હાલમાં સવાર સુધી અવિરત ચાલુ રહ્યો હતો. જેના કારણે તાલુકાના અનેક ગામોના ખેતરોમાં પાણી ભરાયાં હતા. અવિરત વરસાદથી ખેડૂતોના મહામુલા પાકને વ્યાપક નુકશાન થઇ રહ્યું છે.

આ પણ વાંચો:- અમદાવાદ: સાઉથ બોપલમાં ઇમારતના 14માં માળેથી પટકાતા ત્રણ મજૂરના મોત

અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ માલપુરમાં 2 ઈંચ વરસદા નોંધાયો છે. જ્યારે મેઘરજ, બાયડમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ ભિલોડા, ધનસુરા અને મોડાસામાં સામાન્ય વરસાદ અને શામળાજી, વાસેરા સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે સમગ્ર જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જ્યારે સતતત વરસાદી વાતાવરણથી મકાઇ, કાપસ, મગફળી અને સોયાબીનના પાકને નુકસાન પહોંચવાની ભીતી સેવાઇ રહી છે. જિલ્લામાં 1.97 લાખ હેકટર જમીનના ઉભો થયેલા પાક પર વરસાદનો ખતરો મંડરાઇ રહ્યો છે.

fallbacks

દેવ ભૂમિ દ્વારકામાં મોડી રાત્રે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી હતી. ગાજવીજ સાથે ધમધોકાર વરસાદ પડ્યો હતો. જેના કારણે નિચાણવાળા વિસ્તારો સહિત સમગ્ર પથકમાં પાણી પાણી જોવા મળી રહ્યું હતો તેવો માહોલ સર્જાયો હતો. ત્યારે સમગ્ર પંથકમાં પાણી ભરાયાં હોવા છતાં સરકારી તંત્ર દ્વારા આંકડા આપવામાં નીરસતા દાખવવામાં આવી રહી છે. ગત રાત્રિ બાદ દરેક તાલુકા મથકનાં કર્મચારીઓ નિંદ્રામાં હોય તેમ વરસાદના નીલ આંકડા દર્શાવી કામ પ્રત્યે નીરસતા દાખવતું જોવા મળી રહ્યું છે. જો કે, દ્વારામાં 45 મિમી જેટલો વરસાદ પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો:- MHTને મળ્યો UN ગ્લોબલ કલાઈમેટ ચેન્જ એકશન એવોર્ડ, 1 વર્ષમાં કર્યો 105 ટન કાર્બન ડાયોકસાઈડનો ઘટાડો

જો કે, છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ પાવીજેતપુરમાં 39 મિમી નોંધાયો છે. જ્યારે છોટાઉદેપુરમાં 21 મિમી, સંખેડામાં 36 મિમી, નસવાડીમાં 13 મિમી, ક્વાંટમાં 24 મિમી અને બોડેલીમાં 15 મિમી વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહ્યો હતો. ત્યારે સૌથી વધારે હાંસોટમાં 6.2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ભરૂચ શહેર વિસ્તારમાં 4.1 ઈંચ, અંકલેશ્વરમાં 4.2 ઈંચ, વાગરામાં 2.5 ઈંચ, આમોદમાં 11 મિમી, જંબૂસરમાં 07 મિમી, નેત્રંગમાં 17 મિમી, વાલિયામાં 17 મિમી અને ઝઘડીયામાં 23 મિમી વરસાદ નોંધાયો છે.

જુઓ Live TV:-

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More