ન્યૂયોર્ક: ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ઈમરાન ખાનના ભાષણને ખુબ જ ચતુરાઈપૂર્વક પાકિસ્તાન વિરુદ્ધ હથિયાર બનાવી દીધુ. રાઈટ ટુ રિપ્લાય હેઠળ વિદેશ મંત્રાલયના ફર્સ્ટ સેક્રેટરી વિદિશા મૈત્રાએ ઈમરાન ખાનના ઉન્માદી અને નફરતભર્યા ભાષણ મુદ્દે પાકિસ્તાનને ઘેરી લીધુ. તેમણે પોતાના સ્પષ્ટ તર્કો દ્વારા પાકિસ્તાનને આતંકવાદની ફેક્ટરી જાહેર કરી અને માનવાધિકારની આડ લઈને પાકિસ્તાન દ્વારા ચાલી રહેલા આતંકી અડ્ડાઓનો પણ પર્દાફાશ કર્યો. ભારતે કહ્યું કે ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર પર્યવેક્ષકોને આમંત્રણ આપ્યું છે કે તેઓ ત્યાં આવીને જુએ કે કોઈ આતંકી સંગઠન નથી. આથી દુનિયાએ હવે તેમને આ વચન પૂરું કરવા માટે કહેવું જોઈએ. ભારતે ઈમરાન ખાનના ભાષણને હાથો બનાવીને પાકિસ્તાનને ઘેરતા પાંચ વેધક સવાલ કર્યાં...
UN: ઈમરાન ખાનની હેટ સ્પીચનો ભારતે 'રાઈટ ટુ રિપ્લાય' હેઠળ આપ્યો જડબાતોડ જવાબ
1. શું પાકિસ્તાને એ વાતની ખરાઈ કરે છે કે તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા 130 આતંકીઓ અને 25 આતંકી સંગઠનોનું ઘર છે?
2. શું પાકિસ્તાન એ માનશે કે તે દુનિયાનો એકમાત્ર દેશ છે જે ISIS અને અલકાયદા જેવા સંગઠનોના યુએન દ્વારા આતંકી જાહેર થયેલાઓને પેન્શન આપે છે?
3. શું પાકિસ્તાન એ સ્પષ્ટ કરશે કે, કેમ ન્યૂયોર્કમાં તેની પ્રીમિયર બેંક હબીબ બેંકને લાખો કરોડો રૂપિયાના ટેરર ફંડિંગના કારણે બંધ કરી દેવાઈ?
જુઓ LIVE TV
4. શું પાકિસ્તાન એ વાતનો ઈન્કાર કરશે કે ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે તેને 27 માપદંડોમાંથી ઓછામાં ઓછા 20ના ભંગ બદલ નોટિસ પર રાખ્યું છે.
5. પાકિસ્તાન શું એ વાતથી ઈન્કાર કરશે કે તેઓ ઓસામા બિન લાદેનનો બચાવ કરતા રહ્યાં હતાં?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે