Home> Gujarat
Advertisement
Prev
Next

ઉત્તરથી દક્ષિણ સુધી પાણીનો પ્રહાર, ઘર, ખેતર, બજાર પાણીમાં ડૂબ્યા, શહેરીજનો બેહાલ

Gujarat Rain: રાજ્યમાં ચોમાસાના વરસાદની સાથે લોકોની મુશ્કેલી વધી રહી છે. સતત વરસાદ પડવાને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે પરંતુ સતત વરસાદને કારણે જનતા પરેશાન થઈ રહી છે.

ઉત્તરથી દક્ષિણ સુધી પાણીનો પ્રહાર, ઘર, ખેતર, બજાર પાણીમાં ડૂબ્યા, શહેરીજનો બેહાલ

Gujarat Monsoon: ઉત્તરથી દક્ષિણ સુધી પાણીના પ્રચંડ પ્રવાહમાં ગુજરાત જાણે ડૂબી ગયું છે...અરવલ્લીમાં આફતનો વરસાદે ઘર, ખેતર, બજાર, ગામ અને દુકાનો ડૂબાડી દીધી છે...તો સુરતમાં તંત્રની નિષ્ફળતાથી હજુ પણ અનેક લોકો પાણી વચ્ચે ફસાયેલા છે. જુઓ સાંબેલાધાર વરસાદથી ગામમાં પાણીના પ્રચંડ પ્રવાહનો આ અહેવાલ....

fallbacks

સુરત શહેર પાણીના પ્રકોપમાં ગળાડૂબ છે... પલસાણાના વરેલી ગામમાં ઘોડાપૂરે બધું વેરવિખેર કરી નાખ્યું છે...રાધા પૂનમ કોમ્પ્લેક્ષમાં 100થી વધુ લોકો ઘરોમાં કેદ થયેલા છે... ખાડીનું પાણી ઘરની અંદર સુધી ઘૂસી ગયું. સ્વર્ણવીલા સોસાયટીમાં તો લોકોની જિંદગીની કમાણી પાણીમાં વહી ગઈ છે... રાહતનું નામોનિશાન નથી, અને લોકો હેરાન-પરેશાન છે...

સુરતના ભાટી વિસ્તારમાં તો હાલત એટલી ગંભીર છે કે મુક્તિધામમાં પાણી ભરાઈ જતાં સ્મશાન બંધ કરવું પડ્યું છે. અંતિમ સંસ્કાર માટે લોકોને હવે કોઈ સ્થળ નથી મળી રહ્યું.  

તંત્રની નિષ્ફળતાનો આ છે જીવતો-જાગતો પુરાવો... સુરતમાં બોટ ન પહોંચી શકી, 108 એમ્બ્યુલન્સ રસ્તા બંધ થવાથી અટવાઈ. આખરે ફાયર જવાનોએ કમર સુધીના પાણીમાં દર્દીને ખભે ઉપાડીને જીવ બચાવ્યો. પરંતુ સવાલ એ છે તંત્રના લાખોના પ્રિ-મોન્સૂન પ્લાનનો શું મતલબ?...

આ પણ વાંચોઃ આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

તંત્રના લાખોના પ્રિ-મોન્સૂન પ્લાનનો શું મતલબ?
અરવલ્લીમાં પણ મેઘતાંડવે બધું વેરવિખેર કરી નાખ્યું. સાંબેલાધાર વરસાદે ગામડાંઓને પાણીમાં ડુબાડી દીધા... રસ્તાઓ નદી બની ગયા, ઘરો-દુકાનો-ખેતરો બધું પાણીમાં સમાઈ ગયું. ભારે પવનના કારણે તો જાણે તબાહીને આમંત્રણ મળ્યું...  

આ તબાહી વચ્ચે NDRF અને SDRFની ટીમો જીવના જોખમે બચાવ કામગીરી કરી રહી છે. ઘણા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા, પણ હજુ અનેક વિસ્તારોમાં પાણી ઓસર્યું નથી. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપી છે, જેના કારણે લોકોમાં ચિંતા વધી રહી છે.  

હવામાન વિભાગની 48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી
ગુજરાતની આ તસવીરો એક જ સવાલ ઉભો કરે છે કે, આફતનો સામનો કરવા આપણે ક્યારે તૈયાર થઈશું?. કુદરતના કોપ અને તંત્રની નિષ્ફળતાએ લોકોને મજબૂરીના મારગે ધકેલી દીધા છે.... હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપી છે. આવી સ્થિતિમાં, સાવચેત રહેવું એ સૌથી મોટી જરૂરિયાત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More