Home> LifeStyle
Advertisement
Prev
Next

Storage Hacks: આ રીતે રાખશો તો ફ્રીજમાં મહિના સુધી ફ્રેશ રહેશે મીઠા લીમડાના પાન

How to Store Curry Leaves: લીમડાના પાનને જો તમે આ રીતે સ્ટોર કરવાનું રાખશો તો ફ્રીજમાં 1 મહિના સુધી લીમડાના પાન સારા રહેશે. આ રીતે રાખવાથી લીમડાના પાન કાળા નહીં પડે અને સુગંધ પણ અકબંધ રહેશે.
 

Storage Hacks: આ રીતે રાખશો તો ફ્રીજમાં મહિના સુધી ફ્રેશ રહેશે મીઠા લીમડાના પાન

How to Store Curry Leaves: દાળ, સુકી ભાજી, સાંભાર, ઢોકળા સહિતની અનેક વાનગી એવી છે જેમાં મીઠા લીમડાનો વઘાર ન હોય તો સ્વાદ અને સુગંધ નથી આવતા. મીઠો લીમડો રસોડાની સૌથી જરૂરી વસ્તુઓમાંથી એક છે. શાકની સાથે ગૃહિણીઓ લીમડો પણ અચૂક ખરીદે છે. જો કે લીમડાના પાન ફ્રીજમાં રાખ્યા પછી પણ થોડા દિવસમાં કાળા પડવા લાગે છે. 

fallbacks

આ પણ વાંચો: Lifehacks: વરસાદી વાતાવરણમાં ધોયેલા કપડાને ઝડપથી સુકાવા અપનાવો આ સરળ ટ્રિક્સ

જો તમારી પણ આ સમસ્યા હોય તો આજે તમને લીમડાના પાનને લાંબા સમય સુધી સ્ટોર કેવી રીતે કરવા જોઈએ તે જણાવી દઈએ. આજે તમને 3 રીત જણાવીએ જેની મદદથી તમે લીમડાના પાનને સ્ટોર કરશો તો પાનનો સ્વાદ અને સુગંધ મહિના સુધી જળવાઈ રહેશે અને લીમડાના પાન સડશે પણ નહીં.

આ પણ વાંચો: વારંવાર બાથરુમમાં નીકળે છે કાનખજૂરો ? આ 4 ટ્રિક અપનાવી કાનખજૂરાથી કાયમી મુક્તિ મેળવો

લીમડાના પાન સ્ટોર કરવાની રીત

1. સૌથી પહેલા લીમડાના પાન ડાળીથી અલગ કરી સારી રીતે પાણીથી ધોઈ લો. ત્યારબાદ એક આઈસ ટ્રે લઈ તેના દરેક ખાનામાં થોડા થોડા લીમડાના પાન મુકો અને પછી તેમાં પાણી ભરી દો. હવે આ ટ્રેને ફ્રીઝરમાં મુકી દો. જ્યારે લીમડા પર બરફ જામી જાય તો તેને ટ્રેમાંથી કાઢી ઝીપ લોકવાળી બેગમાં ભરી ફ્રીઝરમાં સ્ટોર કરો. જ્યારે જરૂર હોય ત્યારે ફ્રોઝન લીમડો યુઝ કરી શકો છો. 

આ પણ વાંચો: ચટપટું ખાવાની ઈચ્છા હોય તો ટ્રાય કરો પોહા કટલેટ, એકવાર ખાશે તે વારંવાર માંગશે

2. લીમડાના પાનને પાણીથી સારી રીતે સાફ કરી કપડાની મદદથી સુકાવી લો. ત્યારબાદ એર ફ્રાયર કે ઓટીજીમાં 2 મિનિટ માટે રાખો. પાન કરકરા થઈ જશે. આ પાનને એર ટાઈટ બોટલમાં ભરી ફ્રીજમાં રાખી દો. 

આ પણ વાંચો: આથવાની ઝંઝટ વિના ચોખાના લોટમાંથી બનાવો ઈન્સ્ટંટ ઢોસા, આ ટ્રીકથી જાળીદાર બનશે ઢોસા

3. લીમડાન પાન અને તેની નાની ડાળીને કટ કરી અને એર ફ્રાયરમાં 2 મિનિટ રાખી બરાબર ડ્રાય કરી લો. ડ્રાય કરેલા પાનનો પાવડર બનાવી એર ટાઈટ કંટેનરમાં ભરી લો. આ મસાલાનો યુઝ ચટણી સહિતની વસ્તુમાં કરશો તો પણ લીમડાનો ટેસ્ટ આવશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More