Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદને કારણે આવતીકાલે શાળાઓમાં રજા જાહેર

Bhavnagar Rains : ભારે વરસાદને પગલે ભાવનગર કલેક્ટરે આવતીકાલે 17 જુને જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે 
 

ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદને કારણે આવતીકાલે શાળાઓમાં રજા જાહેર

Gujarat Rains : ભાવનગરમાં ચોમાસાનો પ્રચંડ પ્રારંભ થયો છે. ગઈકાલથી અવિરત પડી રહેલા વરસાદને કારણે જિલ્લામાં ચારેતરફ પાણી પાણી છે. આ કારણે આવતીકાલે જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ ભાવનગર કલેક્ટર દ્વારા કરાયો છે. 

fallbacks

18 જુને તમામ શાળા બંધનો આદેશ 
ભાવનગર જિલ્લાના કલેક્ટર મનીષ બંસલે આ માહિતી આપતા જણાવ્યું કે, ભાવનગર જિલ્લામાં અતિશય વરસાદના લીધે આવતીકાલે તારીખ ૧૮/૬/૨૫ ના દિવસે તમામ શાળાઓ બંદ રાખવાની રહેશે. આ ઓર્ડર પ્રિ પ્રાઇમરીથી માંડીને હાયર સેકન્ડરી સુધીના તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો માટે લાગુ રહેશે.

શેત્રુજી ડેમના દરવાજા ખોલાતા એલર્ટ 
કલેક્ટરે વધુ માહિતી આપતા જણાવ્યું કે, ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ 80 ટકા ભરાયો છે. આજે બપોરે 1થી 2 વાગ્યા સુધીમાં 100 ટકા ભરાઇ જશે. ડેમ ભરાયા બાદ તેમના દરવાજા ખોલવામાં આવશે. જેથી શેત્રુંજી ડેમના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. પાલિતાણાના 5 ગામ અને તળાજા તાલુકાના 12 ગામોને એલર્ટ કરાયા છે. તેથી તમામ લોકોને વિનંતી છે કે, 1 વાગ્યા પહેલા સુરક્ષિત સ્થળે પહોંચી જવા અપીલ છે. પ્રશાસન અને વહીવટ તંત્ર તમને મદદ કરશે. SDM, મામલતદાર અને તલાટી મારફતે સુચના મોકલી રહ્યા છીએ. 

પાલિતાણ જિલ્લામાં ધોધમાર વરસાદ
પાલિતાણાના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે એક ગામથી બીજા ગામ જવા માટેનો રસ્તો ધોવાયો છે. દુધસર, સરકડીયા, ગુંદાળા ગામ જવાનો રસ્તો બંધ કરાયો છે. 
 
ભાવનગર અને બોટાદમાં આભ ફાટ્યું...
ભાવનગરના વલ્લભીપુરમાં 24 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ ભાવનગર જિલ્લામા મેઘ તાંડવ જોવા મળ્યું છે. વલ્લભીપુરના કાનપર અને મૂળધરાઈ ગામમાં પાણી ભરાયા છે. સતત વરસી રહેલા વરસાદમાં વલ્લભીપુર પાણી પાણી થયું છે. બોટાદનું ખાંભડા ગામ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયું છે. ખાંભડા ગામમાં ચારેતરફ પાણી ભરાયેલા દેખાઈ રહ્યાં છે. ખાંભડાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. લોકોના ઘરો અને ખેતરોમાં પાણી ભરાઈ જતાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાંભડા ડેમના દરવાજા ખોલતા ગામમાં પાણી ફરી વળ્યા છે. ધોધમાર વરસાદ બાદ જળાશયો છલકાયા. 

એર ઇન્ડિયાના ક્રેશ થયેલા વિમાનના કાટમાળમાંથી 70 તોલા સોનું મળ્યું, બીજું શું શું મળ્યું?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More