અમદાવાદઃ ભારતમાં લોકો મોટી ઉંમર સુધી રાજનીતિ કરે છે. ખૂબ ઓછા રાજનેતા હોય છે જે નિવૃત્તિ બાદ કંઈક અલગ કરી શકે છે. પરંતુ ભાજપના દિગ્ગજ નેતા અને વર્તમાન ગૃહમંત્રી અમિત શાહે પોતાનો અલગ પ્લાન બનાવી રાખ્યો છે. આજે તેમણે ભવિષ્યના પ્લાનનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યુ કે, 'મેં નક્કી કર્યું છે કે જ્યારે હું નિવૃત્ત થઈ જઈશ, તો હું બાકીનું જીવન પ્રાકૃતિક ખેતી કરીશ. ખૂબ ઓછા લોકો જાણે છે કે શાહ પોતાની જમીન પર આ સમયે પ્રાકૃતિક ખેતી કરે છે.'
અમદાવાદમાં એક કાર્યક્રમમાં બોલતા શાહે કહ્યુ કે નિવૃત્તિ બાદનું પોતાના જીવનમાં વેદ, ઉપનિષદ વાંચવા અને પ્રાકૃતિક ખેતી માટે સમય પસાર કરીશ. તેમણે કહ્યું કે આ પ્રાકૃતિક ખેતી... એક પ્રકારનો વૈજ્ઞાનિક પ્રયોગ છે, જે ઘણા પ્રકારના ફાયદા આપે છે.
गुजरात, मध्य प्रदेश और राजस्थान की सहकारिता क्षेत्र से जुड़ीं माताओं-बहनों व अन्य सहकारी कार्यकर्ताओं के साथ 'सहकार-संवाद'...#SahkarSamvaad https://t.co/ZAb9RrcTYQ
— Amit Shah (@AmitShah) July 9, 2025
શાહે કહ્યુ કે ખાતરવાળા ઘઉં ખાવાથી કેન્સર થાય છે. બીપી વધે છે, થાઈરોઇડની સમસ્યા થાય છે. ભોજન કરતા વ્યક્તિના શરીરને સારૂ બનાવી રાખવા માટે વગર ખાતરનું ભોજન કરવું જરૂરી છે, જો આમ થાય તો દવાની જરૂર નથી. શાહે કહ્યુ કે તેનાથી ઉત્પાદન પણ વધે છે. તેમણે કહ્યું કે મારા ખેતરમાં મેં પ્રાકૃતિક ખેતી અપનાવી છે. આજે મારા અનાજના ઉત્પાદનમાં લગભગ દોઢ ગણો વધારો થયો છે.
આજે, શાહે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સહકારી ક્ષેત્રના માતાઓ, બહેનો અને અન્ય સહકારી કાર્યકરો સાથે 'સહકારી સંવાદ' યોજ્યો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ લગભગ એક કલાક ચાલ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે