India vs England 3rd Test Playing XI : ઇંગ્લેન્ડે ભારત સામે 10 જુલાઈથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે, જેમાં સૌથી મોટું નામ જોફ્રા આર્ચરનું પુનરાગમન છે. લાંબા સમયથી ઈજાને કારણે બહાર રહેલા આર્ચરને આખરે ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. IPLમાં શુભમન ગિલ આ બોલર સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. આ ખતરનાક બોલર 4 વર્ષ પછી ટેસ્ટ ટીમમાં વાપસી કરી રહ્યો છે.
છેલ્લે 2021માં ઇંગ્લેન્ડ માટે ટેસ્ટ મેચ રમી હતી
ત્રીજી ટેસ્ટમાં જે ટ્રમ્પ કાર્ડની ઇંગ્લેન્ડ રાહ જોઈ રહી હતી તે મેદાન પર ફરી જોવા મળશે. ઈજાને કારણે બહાર રહેલા આર્ચરે છેલ્લે 2021માં ઇંગ્લેન્ડ માટે ટેસ્ટ મેચ રમી હતી. આ પછી, ઈજા તેના પુનરાગમનમાં અવરોધ બની. બીજી ટેસ્ટમાં જ આર્ચરની વાપસી અંગે અટકળો ચાલી રહી હતી, પરંતુ ફેમિલી ઈમરજન્સીના કારણે તે બર્મિંગહામમાં ઉતરી શક્યો નહીં.
ગિલની મોટી છલાંગ...જો રૂટે ગુમાવ્યો તાજ, 26 વર્ષીય બેટ્સમેન ટેસ્ટનો નવો 'બાદશાહ'
છેલ્લી ટેસ્ટમાં ગિલે બોલરોને ધોઈ નાખ્યા
છેલ્લી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટને ઇંગ્લેન્ડ માટે કાળ સાબિત થયો. તેણે બર્મિંગહામમાં 430 રન બનાવ્યા અને ટીમ ઇન્ડિયાની જીતનો હીરો સાબિત થયો. ઇંગ્લેન્ડનો કોઈ બોલર ગિલને તોડી શક્યો નહીં. તેણે પહેલી ઇનિંગમાં 269 રન અને બીજી ઇનિંગમાં 167 રન બનાવ્યા. ભારતે આ મેચ 336 રનથી જીતી લીધી. પરંતુ હવે આર્ચર ગિલ માટે સમસ્યા બની શકે છે. IPL 2025માં જ શુભમન ગિલને આર્ચરે ક્લીન બોલ્ડ કર્યો હતો.
લોર્ડ્સ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), ડ્વેન સ્મિથ, ક્રિસ વોક્સ, બ્રેડન કાર્સે, જોફ્રા આર્ચર, શોએબ બશીર.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે