Home> Gujarat
Advertisement
Prev
Next

મહિલાને માનસિક ત્રાસ આપી મારપીટ કરતો હતો પતિ, અભયમની મદદથી આવ્યો સમસ્યાનો ઉકેલ

ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને તત્કાલ મદદ મળે તે માટે અભયમ 181 હેલ્પલાઈન શરૂ કરવામાં આવી હતી. આ હેલ્પલાઈનની મદદથી એક મહિલાની ગંભીર સમસ્યાનો ઉકેલ આવ્યો છે.

મહિલાને માનસિક ત્રાસ આપી મારપીટ કરતો હતો પતિ, અભયમની મદદથી આવ્યો સમસ્યાનો ઉકેલ

અમદાવાદઃ અમદાવાદ શહેરના પૂર્વમાં આવેલા કૃષ્ણનગર વિસ્તારમાંથી 181 અભયમ હેલ્પલાઈન ઉપર એક પરણિત મહિલાનો ફોન આવ્યો હતો. આ મહિલાએ તેના પતિની ફરિયાદ કરી હતી. મહિલાના પતિ મહિલા સાથે મારપીટ કરી ઝઘડો કરતા હતા. મહિલાએ ફોન ઉપર અભયમ ટીમની મદદ માગી હતી. મદદ માટે 181 અભયમ ટીમ સાથે સંપર્કમાં આવેલા આ 35 વર્ષીય મહિલા છેલ્લા 12 વર્ષથી પોતાના પતિ સાથે લગ્નજીવન ગુજારી રહ્યાં હતાં. બે સંતાનોની આ મહિલા સાથે તેના પતિ દ્વારા વારંવાર નાની મોટી બાબતમાં ઝઘડા કરવામાં આવતા હતા. મહિલા જ્યારે પિયર જાય તે સમય દરમિયાન પતિને ન ગમતી નાની મોટી બાબતમાં ઝઘડા કરી મહિલાને પરત બોલાવી લેતા હતા. મહિલાના પતિ પિયર ગયેલી પોતાની પત્ની ઉપર શંકા કરી તેને જાહેરમાં વિડિયો કોલ કરતા હતા. પિયરમાં કોણ કોણ હાજર છે એ વિષય ઉપર વારંવાર પ્રશ્નો પૂછીને અને મહિલાને માનસિક ત્રાસ આપી સતત હેરાન કરતા હતા. આ બધા કારણોસર આ મહિલા પિયર જવાનું ટાળતાં હતાં.

fallbacks

એક વાર મહિલાના પિયર પક્ષના સંબંધીના ઘરે લગ્નપ્રસંગ હોઈ, સમય મર્યાદાના કારણે આ સંબંધી મહિલાના ઘરે રૂબરૂ કંકોત્રી આપવા માટે ન આવી શક્યા હોવાથી તેઓએ લગ્નની કંકોત્રી મહિલાના વોટ્સએપ ઉપર ઓનલાઈનના માધ્યમથી મોકલી આપી હતી અને ફોન કરીને લગ્નમાં પધારવા માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ, મહિલા પિયર જ ન જાય તેવા આશયથી પતિએ વોટ્સએપ ઉપર મોકલવામાં આવેલી કંકોત્રીની આ બાબતમાં જ વાંધો જ ઉઠાવી, મહિલા સાથે ઝઘડો કરી મારપીટ કરી હતી.

આ પણ વાંચોઃ જમીન વેચાણ અંગે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, ખેડૂતો અને સામાન્ય નાગરિકોને થશે લાભ
 
અભયમ ટીમ દ્વારા આ કિસ્સામાં કાઉન્સેલિંગ કરી બંને પક્ષને કાયદાકીય માહિતી આપી હતી. તથા, કાયદાકીય અન્ય માહિતી જેમ કે, પોલીસ સ્ટેશનને લગતી માહિતી તથા લાંબા ગાળા સુધી કાઉન્સેલિંગ લઈ શકાય તેવા કાઉન્સેલિંગ સેન્ટરની માહિતી પૂરી પાડવામાં આવી હતી. અભયમ ટીમ દ્વારા મહિલાના પતિને આ વિષયમાં મહિલાને માનસિક ત્રાસ ન આપવા તથા શારીરિક હેરાનગતિ ન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More