Home> Gujarat
Advertisement
Prev
Next

કાંતિભાઇ 4 કરોડ આપે એટલે હું આખા મોરબીને ચોખ્ખું કરી દઉં... બે નેતાઓની લડાઈમાં સ્થાનિકો કૂદી પડ્યા

Gopal Italia Vs Kanti Amrutiya : કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયાના પડકાર વચ્ચે ઝી 24 કલાકે મોરબીના સ્થાનિક લોકો સાથે વાત કરી તો તેમણે ભાજપના ધારાસભ્ય પર રીતસરનો આક્રોશ વ્યકત કર્યો 

કાંતિભાઇ 4 કરોડ આપે એટલે હું આખા મોરબીને ચોખ્ખું કરી દઉં... બે નેતાઓની લડાઈમાં સ્થાનિકો કૂદી પડ્યા

Morbi News મોરબી : ગુજરાતમાં વિકાસની વાત છોડીને ભાજપના નેતા રાજીનામાવાળી રમત રમત રમી રહ્યાં છે. આવામાં જનતા ત્રાહિમામ પોકારી રહી છે અને નેતાઓને કહી રહી છે કે, આ ખેલ બંધ કરો અને જેટલા રૂપિયાની શરત લગાવો છો, તેટલા રૂપિયાથી મોરબીનો વિકાસ કરો. 

fallbacks

આખા મોરબીને ચોખ્ખા કરવાની જવાબદારી મારી
કાંતિભાઈએ કહ્યુ કે, હુ 2 કરોડ આપુ. બીજા ધારાસભ્યએ કહ્યું કે હું પણ 2 કરોડ આપું. પરંતું 4 કરોડ આપણા હાથમાં આવે તો હું જેસીબી અને ટ્રેક્ટર લાવીને આખા મોરબીને ચોખ્ખું કરી દઉં. પછી તો ચૂંટણી આવે જ નહિ ને. કાંતિભાઈ 4 કરોડ આપી દે તો આખા મોરબીને ચોખ્ખું કરવાની જવાબદારી મારી. 

કાંતિભાઈ, ગાંધીનગરમાં છું એવા બહાના ના કાઢો
ચંદ્રકાંત મોઢાએ કહ્યું કે, અંદરોઅંદર ઝગડા કરી રહ્યા છો તેને મહત્વ ન આપો, હાલ મોરબીના વિકાસને મહત્વ આપો. બે કરોડ હુ આપી દઉ એની વાતો કરવા કરતા અત્યારે લાતી પ્લોટ ત્રાહિમામ થઈ ગયો છે. આ સફેદ વાળ આવી ગયા, 40 વર્ષ થઈ ગયા, પણ લાતી પ્લોટમાં કોઈ જાતનુ કામ થતુ નથી. ધારાસભ્ય તમને સાત-સાત વાર અમે ચૂંટ્યા છે, તમે એકવાર લાતી પ્લોટમાં આવો તો ખરા. તમે એકવાર આવો. કાંતિભાઈ તમને પોકાર કરીએ છીએ. ભાજપને વોટ આપ્યો, તો તમારા નામથી આપ્યો છે. તમારે એકવાર લાતીપ્લોટ આવવું જોઈએ. અહીની પ્રજા કેવી ત્રાહિમામ છે. ગાંધીનગર સીએમ સાથે મીટિગ કરું છુ તેવા વાહિયાત બહાના ના કાઢો. બીજીવાર ચૂંટણીમાં ઉભા રહેશો તો લોકો વિચારશે. 

મોરબીનો વિકાસ કરો - જનતા 
આ ચેલેન્જને ગોપાલ ઇટાલીયાએ સ્વીકારી હતી. ત્યારબાદ કાંતિભાઇનું બીજું નિવેદનઆવ્યું હતું કે બંને આવતા સોમવારે રાજીનામાં આપીએ અને ત્યારબાદ મોરબીમાં ચૂંટણી આવે એટલે સામસામે લડીએ. આ બાબતને લઈને મોરબીના લોકોનું શું કહેવું છે તે જાણવા માટે થઈને મોરબીનો લાતી પ્લોટ વિસ્તાર કે જ્યાંના લોકોએ પણ સનાળા રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો ત્યાં પહોંચ્યા હતા અને લોકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો. 

રાજકીય વાતો કરવાના બદલે લોકો વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ માંગે છે
વેપારીઓએ જણાવ્યું હતું કે નિવેદનબાજી કે રાજકીય વાતો કરવાના બદલે લોકો વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ માંગે છે તે પૂરી કરવાની જરૂર છે. આજની તારીખે પણ લાતી પ્લોટમાં રોડ રસ્તા ચાલવા જેવા નથી. અઢી વર્ષ પહેલા મંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું તેમ છતાં પણ ત્યાં ઉબડખાબડ રોડ રસ્તા, ગારા ખીચડ, ગંદકી વિગેરે જેવા અનેક પ્રશ્નો છે. આવી જ પરિસ્થિતિ ક્યાંક મોરબીના અન્ય વિસ્તારોમાં છે ત્યારે ચૂંટણી લડવા માટે અને જીતવા માટે જે ચેલેન્જમાં બે બે કરોડ રૂપિયા આપવાની વાતો કરવામાં આવે છે તે 4 કરોડ રૂપિયા મોરબીના ઉદ્યોગકારોને આપો તો મોરબીના લાતી પ્લોટ વિસ્તારની શકલ બદલાઈ જાય તેમ છે. 

એકબીજાને ચેલેન્જ આપી
છેલ્લા દિવસ દરમિયાન મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર લોકો દ્વારા રસ્તા રોકીને પ્રાથમિક સુવિધા માટે ચક્કાજામ કરવામાં આવ્યા હતા અને તેઓને સારી પ્રાથમિક સુવિધા મળે તેવી માંગણી કરવામાં આવી હતી. આ દરમિયાન બુધવારે રાત્રે કાંતિભાઈ અમૃતિયા કલેક્ટર અને કમિશનર સહિતના અધિકારીઓને સાથે રાખીને મોરબીના જુદા જુદા વિસ્તારમાં જ્યાં કામગીરી ચાલુ હતી તે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ત્યારે તેમણે જે નિવેદન આપ્યું હતું તેને લઈને રાજકીય ભૂકંપ આવી ગયો છે. કારણ કે તેમણે કહ્યું હતું કે જે રીતે વારંવાર મોરબીમાં વિસાવદર વાળી થશે, વિસાવદર વાળી થશે તેવા સૂત્રોચ્ચાર આંદોલન દરમિયાન કરવામાં આવતા હતા. જેથી કરીને ગોપાલ ઇટાલીયા મોરબી ચૂંટણી લડવા આવી જાય અને જો જીતી બતાવે તો તેને બે કરોડ રૂપિયા આપીશ તેવી ચેલેન્જ આપવામાં આવી હતી.

આમ, નેતાઓની ચેલેન્જમાં મોરબીવાસીઓએ પોતાની વ્યથા છલકાવી છે. આવું તે વિસ્તારના લોકો કહી રહ્યા છે તેમજ એવું પણ કહે છે કે ફરીથી ભાજપ અને કાંતિભાઈ મોરબીમાં આવે એમાં વાંધો નથી. પરંતુ તેઓને સારી પ્રાથમિક સુવિધા મળવી જોઈએ બસ તે જ તેઓની માંગ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More