અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને એક વર્ષ પૂરું થયું અને હવે પાછળ વળીને જોઈએ તો આ ફક્ત એક સામાજિક સમારોહ કે ધન-સંપત્તિનો દેખાડો નહતો. આ એક એવી પળ હતી જેણે ભારતને વૈશ્વિક પટલ પર એ રીતે સ્થાપિત કરી દીધુ કે કોઈ પણ રાજકીય શિખર સંમેલન, વેપારી સોદો કે ફિલ્મી પ્રીમિયર અગાઉ ક્યારેય કરી શક્યા નથી.
દાયકાઓ સુધી ભારત એક એવો દેશ રહ્યો જેને દુનિયા કિનારેથી જોતી રહી...જે પોતાની પરંપરાઓ, આર્થિક ક્ષમતાઓ અને પ્રાચીન જ્ઞાન માટે જાણીતું છે. પરંતુ આ લગ્નએ વૈશ્વિક શક્તિ કેન્દ્રોને થોભીને, ધ્યાન આપવા અને ભારતને એક એવી સાંસ્કૃતિક અને કૂટનીતિક દિગ્ગજ તરીકે ઓળખવા પર મજબૂર કર્યા જે પોતાની શરતો પર વૈશ્વિક વાતચીતનું નેતૃત્વ કરવા માટે સક્ષમ છે.
એ લગ્ન જે એક વૈશ્વિક ઘટના બની ગયા
આધુનિક ઈતિહાસમાં કોઈ પણ ભારતીય આયોજને એ રીતે આંતરરાષ્ટ્રીય ધ્યાન આકર્ષિત કર્યું નથી, જેવું આ લગ્નએ કર્યું. મહેમાનોની સૂચિ ફક્ત આકર્ષક જ હતી એવું નથી પરંતુ જિયો પોલીટિકલી રીતે પણ મહત્વપૂર્ણ હતી.
ટોની બ્લેયર, બોરિસ જ્હોન્સન, અને માટેઓ રેન્જી જેવા પૂર્વ પ્રધાનમંત્રીઓથી લઈને આરામકો, એચએસબીસી, એડોબ, સેમસંગ, અને ટેમાસેકના પ્રમુખો સુધી-વૈશ્વિક નેતાઓ ફક્ત એક લગ્નમાં ભાગ નહતા લઈ રહ્યા પરંતુ તેઓ દુનિયાને એક છત નીચે લાવવાની ભારતની ક્ષમતાના સાક્ષી બની રહ્યા હતા. તે પળમાં ભારત માત્ર એક ડેસ્ટિનેશન નહતું રહ્યું પરંતુ વૈશ્વિક મંચ બની ગયું હતું.
સોફ્ટ પાવર પોતાના ચરમ પર- ભારતની નિર્ણાયક પળ
આજની દુનિયામાં, પ્રભાવ ફક્ત અર્થશાસ્ત્ર કે રક્ષ પર આધારિત નથી. તેને સોફ્ટ પાવરથી માપવામાં આવે છે. ધારણાઓને આકાર આપવા, સાંસ્કૃતિક વલણો નક્કી કરવા અને દુનિયાને પોતાની છબીમાં ઢાળવાની ક્ષમતા. આ વિવાહ ભારતના સોફ્ટ પાવરનો પરિચય કરાવતી પળ હતી.
રીતિ રિવાજો, શાનદાર ભારતીય પરિધાન, પરંપરાઓ પ્રત્યે ક્ષદ્ધા, સહજ આતિથ્ય- આ બધુ અનેક દિવસો સુધી દુનિયાભરમાં છવાયેલું રહ્યું. ટાઈમ્સ સ્ક્વેરથી લઈને રિયાધ સુધી, લંડનથી લઈને સિયોલ સુધી...ભારત પોતાના આઈટી પાર્કો કે જીડીપીના આંકડા માટે નહતું જાણીતું. પરંતુ હવે તેની પ્રશંસા તેની સંસ્કૃતિ, ભવ્યતા અને પોતાની સાંસ્કૃતિક શરતો પર વૈશ્વિક ધ્યાન ખેંચવાની ક્ષમતા માટે થતી હતી.
આ વિવાહ ભારતનો પહેલો વાસ્તવિક વૈશ્વિક જીવનશૈલી અને સાંસ્કૃતિક નિકાસ કાર્યક્રમ બની ગયો.
વિશ્વ ભારતને કઈ રીતે જુએ છે તેનું પુર્નલેખન
વર્ષોથી ભારત પર રૂઢિવાદિતાનો બોજો ઝેલી રહ્યું છે- ગરીબી, રહસ્યવાદ કે આઉટસોર્સિંગનો દેશ. આ ઘટનાએ રાતોરાત તે ધારણાને પલટી દીધી. અચાનક ભારત એક એવી જગ્યા બની ગયું જ્યાં સીઈઓ, અધ્યક્ષ, અને વૈશ્વિક હસ્તીઓ આવવા માંગતી હતી. ઊંડી પરંપરાઓ અને આધુનિક પરિષ્કારનો દેશ. એક એવું રાષ્ટ્ર જે એક નવી સાંસ્કૃતિક અને આર્થિક વ્યવસ્થાનું નેતૃત્વ કરવા માટે સક્ષમ હતું.
અને આ કોઈ રાજ્ય પ્રાયોજિત પહેલ કે સરકારી શિખર સંમેલન નહતું.- આ એક ખાનગી ભારતીય પરિવાર હતો જેણે એ મેળવ્યું જે એકલી કૂટનીતિ કે ઉદ્યોગથી ન થઈ શક્યું અને તે હતું... ભારતને વિશ્વના ધ્યાનના કેન્દ્રમાં લાવવું.
એક લગ્ન જેણે વૈશ્વિક પદાનુક્રમમાં ભારતની સ્થિતિ બદલી નાખી
એ વાતમાં કોઈ શક નથી કે અંબાણીના લગ્ન ફક્ત પ્રેમની ઉજવણી નહતી. પરંતુ તે સોફ્ટ પાવર પોઝિશનિંગની એક ઉત્કૃષ્ટ મિસાલ હતી. તે પૃષ્ઠભૂમિમાં ચૂપચાપ ઉભરતું ભારત નહતું, તે આત્મવિશ્વાસ અને કરિશ્મા સાથે આગામી મહાન સાંસ્કૃતિક અને કૂટનીતિક મહાશક્તિ તરીકે પોતાને જાહેર કરનારું ભારત હતું. એક વર્ષ બાદ, એ સ્પષ્ટ છે કે આ વિવાહ માત્ર એક પળ નહીં પરંતુ એવી પળ હતી જ્યારે ભારતે નિર્ણાયક રીતે વૈશ્વિક મંચ પર પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે