નવસારી : હવામાન વિભાગની આગાહીને પગલે નવસારીમાં વહેલી સવારથી મેઘો રિઝયો છે. જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસ્યો છે. આજે નવસારીમાં ઓરેન્જ એલર્ટ હતું. અને રાતે 8 વાગ્યા સુધીમાં જિલ્લામાં કુલ 367 મિમી એટલે કે સરેરાશ અઢી ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે હવામાન વિભાગે આવતી કાલે, નવસારી માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે, જેને લઈને જિલ્લા તંત્ર સતર્ક થયું છે.
જો મારુ કીધુ નહી કરે તો તારા પેલા ફોટા આખા ગામને મોકલી આપીશ
નવસારી જિલ્લાને રેડ એલર્ટ મળતા જ જિલ્લા કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીઓને એક્ટિવ રહેવાની સૂચના આપવા સાથે જ સંભવિત સ્થળોની મુલાકાત કરી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સતર્કતા રાખી તમામ તાલુકાના મામલતદાર અને ટીડીઓ સહિત સંબંધિત અધિકારીઓને એક્ટિવ રહેવા સાથે જ વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જિલ્લામાં અગાઉથી જ એક NDRF ની ટીમ તૈનાત છે. જો ભારે વરસાદને કારણે કોઈ જગ્યાએ સ્થિતી બગડે તો જરૂરી સાધનો સાથે NDRF ના જવાનો પણ એક્શન મોડમાં છે.
જોકે દિવસ દરમિયાન સવારે 6 થી રાતે 8 વાગ્યા સુધીમાં ખેરગામ તાલુકામાં જ 93 મિમી પોણા ચાર ઇંચ વરસાદ ઝીંકાયો છે. જ્યારે નવસારીમ અને જલાલપોરમાં પોણા ત્રણ ઇંચ તથા ચીખલી-જલાલપોરમાં બે ઇંચ અને વાંસદા તાલુકામાં 38 મિમી વરસાદ નોંધાયો છે. સાથે જ જિલ્લાની મુખ્ય ત્રણ નદીઓ ભયજનક સપાટીથી 50 ટકા કરતા પણ ઓછી સપાટીએ વહી રહી હોવાથી જિલ્લામાં વરસાદને કારણે પુરની સ્થિતિ બને એવી સંભાવના દેખાતી નથી. ત્યારે જિલ્લાના 65 ગામડાઓ અને નવસારી શહેરી વિસ્તારના 45 સ્થળો જે ડૂબાણમાં જતા હોય છે, એને લઈને પણ હાલ કોઈ ચિંતાનો વિષય નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે