Home> Gujarat
Advertisement
Prev
Next

NAVSARI ના ગણદેવીની આઝાદી સમયથી જે માંગ હતી જે હવે સંતોષવામાં આવી

ગણદેવી તાલુકાના છેવાડાના મેંધર ગામે આજે 66 કેવી સબ સ્ટેશનનું રાજ્યના ઉર્જા અને નાણાં પ્રધાન કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લાના ગામડાઓમાં વીજ સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યા છે. ખાસ કરીને દરિયા કિનારાથી નજીક આવેલા ગામોમાં ચોમાસા દરમિયાન વીજ સમસ્યા વિકટ બનતી હોય છે. 

NAVSARI ના ગણદેવીની આઝાદી સમયથી જે માંગ હતી જે હવે સંતોષવામાં આવી

નવસારી : ગણદેવી તાલુકાના છેવાડાના મેંધર ગામે આજે 66 કેવી સબ સ્ટેશનનું રાજ્યના ઉર્જા અને નાણાં પ્રધાન કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લાના ગામડાઓમાં વીજ સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યા છે. ખાસ કરીને દરિયા કિનારાથી નજીક આવેલા ગામોમાં ચોમાસા દરમિયાન વીજ સમસ્યા વિકટ બનતી હોય છે. 

fallbacks

નૂપુર શર્માનું સમર્થન કરનાર હાઇકોર્ટના વકીલને મળી ધમકી, પછી પોલીસે...

ગણદેવી તાલુકાના દરિયા કાંઠાના મેંધર ગામે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ. કંપની (જેટકો) દ્વારા 66 કેવી સબ સ્ટેશનનું નિર્માણ કરાયું છે. જેનો આજે રાજ્યના ઉર્જા પ્રધાન કનુ દેસાઈ અને ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમની સાથે અન્ન-પુરવઠા પ્રધાન નરેશ પટેલ, પાણી પુરવઠા પ્રધાન જીતુ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 66 કેવી સબ સ્ટેશન શરૂ થતા મેંધર સહિત ભાટ, માછીયા વાસણ, માસા, મોવાસા તથા આસપાસના વિસ્તારોના 3 હજારથી વધુ ગ્રાહકોને વીજળી સમસ્યાથી સમાધાન મળશે. 

VADODARA માં કોન્ટ્રાક્ટરોએ ટોળકી રચીને કોર્પોરેશન પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા

લોકાર્પણ બાદ ઉર્જા પ્રધાને નવસારીના આમડપોર, ધોળાપીપળા વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝને પડતી વીજ સમસ્યા મુદ્દે સરકાર દર વર્ષે 200 સબ સ્ટેશનો બનાવી રહી છે અને જો જરૂરિયાત હશે, તો તાત્કાલિક સબ સ્ટેશન બનાવવાની ખાતરી પણ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી સ્થાનિકોની આ મુદ્દે માંગ હતી. જેને હવે સંતોષવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More