Home> Gujarat
Advertisement
Prev
Next

નવી જંત્રીના દરમાં ઘટાડો નહીં કરાય તો ગુજરાતના નાગરિકો પર તેની શું અસર થશે?

રાજ્યમાં ધરખમ વધારા સાથેની નવી જંત્રીનો 1લી એપ્રિલ-1005ના રોજથી જો અમલ શરુ થશે તો જમીન-મિલક્તોના બજારમાં ધરખમ વધારો થશે. મોટાભાગના લોકો પાસે પોતાનું ઘરનું ઘર નથી અને તેઓ ભાડાના ઘરમાં રહે છે.

નવી જંત્રીના દરમાં ઘટાડો નહીં કરાય તો ગુજરાતના નાગરિકો પર તેની શું અસર થશે?

Jantri Price: જો તમે નવું મકાન લેવાના છે કે કોઈ પ્રોપર્ટી જોઈ રાખી છે અને સોદો નક્કી છે તો જલદી કરજો... 15 દિવસ બાદ તેના ભાવમાં જમીન આસમાનનો તફાવત પડશે. રાજ્યની કુલ વસતિ હાલની સ્થિતિએ 7.25 કરોડ હોવાનો અંદાજ છે. સરકાર સસ્તા મકાન માટે ગમે તેટલી સ્કીમો ચલાવે પણ આજે પણ ઘણા લોકો શહેરોમાં ભાડા પર રહે છે.  મોટાભાગના લોકો પાસે પોતાનું ઘરનું ઘર નથી અને તેઓ ભાડાના ઘરમાં રહે છે. હવે રાજ્યમાં ધરખમ વધારા સાથેની નવી જંત્રીનો 1લી એપ્રિલ-1005ના રોજથી જો અમલ શરુ થશે તો જમીન-મિલક્તોના બજારમાં ધરખમ વધારો થશે.

fallbacks

જાણી લો તમને શું થશે અસર

(1) 1 એપ્રિલથી નવી જંત્રીનો અમલ થયો તો સામાન્ય કે મધ્યમ વર્ગના લોકો ઘરનું ઘર ખરીદી નહીં શકે અથવા તેમના માટે તે મુશ્કેલ બનશે.

(2) જેમની માસિક આવક રૂ. 25,000ની આસપાસ હોવાનો અંદાજ છે તેમને કાળઝાળ મોંઘવારીમાં ઘરનું ઘર ખરીદવું એક સપનું જ બની રહેશે. 

(3) ગુજરાત સહિત દેશમાં મંદીની શક્યતા વચ્ચે રાજ્યના રિઅલ એસ્ટેટ ક્ષેત્રને પણ ભારે ફટકો પડી શકે છે.

(4) ભારેખમ જંત્રીના દરને કારણે રાજય સરકારની સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાં ભારે વધારો થશે. જેને કારણે મકાનો મોંઘા થશે. 

(5) નવી જંત્રીના દરોમાં વધારાને કારણે રિઅલ એસ્ટેટ મર્કેટ, બિલ્ડર્સ, રોકાણકારો, સામાન્ય ઘર ખરીદનાર અને કૃષિ જમીન ધરાવતા ખેડૂતો પર સીધી અસર પડશે. જો નવ દરો વધશે તો જમીન ખરીદવા માટે વધુ સ્ટેમ્પ ડયૂટી ભરવી પડશે અને રિઅલ એસ્ટેટ માર્કેટમાં ઘટાડો થશે
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More