Home> Gujarat
Advertisement
Prev
Next

Sports Authority of Gujarat: ગુજરાતમાં મહિલા ખેલાડીઓ માટે શરૂ કરાઈ આ શાનદાર યોજનાઓ, જાણો તેના ફાયદા

રાજ્યની મહિલા ખેલાડીઓ કોઈ પણ એક રમતમાં  "મહિલા રોકડ પુરસ્કાર યોજના વર્ષ ૨૦૨૪-૨૫"માં ભાગ લેવા  તા. ૧૮ માર્ચ થી તા.૧૭ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં અરજી કરી શકશે

Sports Authority of Gujarat: ગુજરાતમાં મહિલા ખેલાડીઓ માટે શરૂ કરાઈ આ શાનદાર યોજનાઓ, જાણો તેના ફાયદા

Sports Authority of Gujarat : સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા મહિલા ખેલાડીઓના પ્રોત્સાહન માટે વર્ષ ૨૦૨૪-૨૫' અંતર્ગત 'મહિલા રોકડ પુરસ્કાર'  આપવામાં આવશે. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫માં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અંડર ૧૪,૧૭,૧૯ અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી.દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હોય  અથવા ભાગ લીધો હોય તે મહિલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે.

fallbacks

નવી જંત્રીના દરમાં કોઈ ફેરફાર કે ઘટાડો નહીં થાય! લોકોનું ઘર ખરીદવાનું સપનું તૂટી જશે

યાદીમાં વધુમાં જણાવાયું છે કે,  મહિલા ખેલાડીઓ કોઈ પણ એક જ રમતમાં તેમજ ખેલમાં એક જ સિદ્ધિ માટે "મહિલા રોકડ પુરસ્કાર યોજના" માટે ફોર્મ ભરી શકશે. 

ગુજરાતમાં ફરી ઉછળ્યો સરકારી ભરતીમાં ઠગાઈનો કિસ્સો! યુવરાજસિંહ જાડેજાના મોટા ઘટસ્ફોટ

આ ફોર્મ ભરવા માટે ખેલાડીઓએ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની સાઈટ https: // sportsauthority.gujarat.gov.in પર તા. ૧૮ માર્ચ થી તા.૧૭ એપ્રિલ ૨૦૨૫ સુધી જરૂરી પ્રમાણપત્રો જેવા કે મેરીટ સર્ટીફીકેટ, આધાર કાર્ડ, કેન્સલ ચેક વગેરે સાથે રાખીને અરજી કરી શકશે એમ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More