Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં પનીર અને કપાસીયા તેલ ખાતા હોય તો ચેતી જજો, 3900 કિલોનો નકલી જથ્થો પકડાયો!

કડી જિલ્લા મહેસાણા ખાતેથી ભેળસેળયુક્ત પનીર અને કપાસીયા તેલનો જથ્થો પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર. કડી, મહેસાણા ખાતેથી  કેશવી ફુડ પ્રોડક્ટ્સ નરસીંહપુરા દ્વારા શંકાસ્પદ પનીર પકડાયુ.

ગુજરાતમાં પનીર અને કપાસીયા તેલ ખાતા હોય તો ચેતી જજો, 3900 કિલોનો નકલી જથ્થો પકડાયો!

ઝી બ્યુરો/મહેસાણા: કડી, મહેસાણા ખાતે અન્ય એક પેઢી  ધરતી ઈંડસ્ટ્રીઝ માંથી શંકાસ્પદ કપાસીયા તેલ નો જથ્થો પકડાયો “આ બે અલગ-અલગ સ્થળેથી અનુક્રમે પનીર અને કપાસીયા તેલનો આશરે કુલ 2300 કિ.ગ્રા. અને 1600 કિ.ગ્રા કે જેની અંદાજીત કિંમત અનુક્રમે આશરે 5.5 લાખ તથા 2.30 લાખ થાય છે તે જપ્ત કરવામાં આવેલ છે.

fallbacks

જૂના ચહેરાઓ પર ભાજપને ભરોસો! આ જિલ્લાઓમાં પ્રમુખ રીપિટ, હવે શહેર પ્રમુખના નામ પર નજર

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણા દ્વારા નરસિંહપુરા, તા. કડી ખાતે,  તા: ૦૪-૦૩-૨૦૨૫ નાં રોજ કરેલ રેડ દરમિયાન ઉત્પાદક પેઢી મે. કેશવી ફુડ  પ્રોડક્ટસ પેઢીમાં તપાસ દરમિયાન ફુડ પરવાનો મેળવ્યા વગર એડીબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરીને પનીર નુ ઉત્પાદન કરતા હોવાનુ સ્થળ પર જણાઈ આવેલ. ઉપરોક્ત પેઢીમાં ભેળસેળની પ્રબળ શંકાને આધારે પનીર નો નમુનો લેવામાં આવેલ અને પનીર નો બાકીનો ૨૩૦૦ કિ.ગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂ. ૫.૫ લાખ થાય છે જે વિશાળ જન-આરોગ્યના હિત માં જપ્ત કરવામાં આવેલ છે. 

રીલ બનાવવું યુવાનોને ભારે પડ્યું! 13 કલાકની મહેનત બાદ ત્રણેય યુવાઓના મૃતદેહ મળ્યા..

ઉક્ત પનીરનો શંકાસ્પદ જથ્થો ઝમઝમ રેસ્ટોરન્ટ, વિરમગામ; હોટલ સહયોગ, વિરમગામ; મુસાફિર રેસ્ટોરન્ટ, કલોલ; આઈ ખોડલ ઢાબા, છત્રાલ; હોટલ અમીરસ, છત્રાલ અને હોટલ સત્કાર, છત્રાલ જેવી અમદાવાદ આસપાસ ની હોટેલો માં આશરે રુ. ૨૪૦ પ્રતિ કિગ્રા ના દરે વેચાતો હતો. 

ખેતરમાં જઈને વિધર્મી વકીલે વિદ્યાર્થિની સાથે બાંધ્યા સંબંધ, પછી આ સિલસિલો થયો રોજ...

કડી તાલુકામાં અન્ય એક પેઢી મે. ધરતી ઈંડસ્ટ્રીઝ, મુ. તા. કડી જી. મહેસાણા  ખાતે તેલ માં ભેળસેળની બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવેલ હતી. તપાસ દરમિયાન સ્થળ પર કપાસીયા તેલમાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે કપાસીયા તેલનો નમુનો લઈ 1600 કિ.ગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂ. 2.30 લાખ થાય છે જે વિશાળ જન-આરોગ્યના હિત માં જપ્ત કરવામાં આવેલ છે.  

'સપનામાં પત્ની છાતી પર બેસીને મારું લોહી પીવાની કોશિશ કરે છે,જેથી હું ઊંઘી શકતો નથી'  

આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દ્વારા કરવામાં આવેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુના હીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા તથા ડુપ્લીકેટ  ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More