Home> Spiritual
Advertisement
Prev
Next

Thursday Rules : ગુરુવારે આ ફળ ખાવું ખૂબ જ અશુભ...કામ અટકશે, ક્યારેય ખતમ નહીં થાય ગરીબી

Thursday Rules : ઘણા લોકો ગુરુવારના દિવસે વ્રત કરતા હોય છે, આ દિવસ ભગવાન વિષ્ણુ અને ગુરુ સાથે સંબંધિત છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ગુરૂવારે કયા કામ ના કરવા જોઈએ તેમજ આ દિવસે ફળ ના ખાવું જોઈએ.

Thursday Rules : ગુરુવારે આ ફળ ખાવું ખૂબ જ અશુભ...કામ અટકશે, ક્યારેય ખતમ નહીં થાય ગરીબી

Thursday Rules : સફળ થવા માટે મહેનત, આવડત અને નસીબનો સાથ મળવો ખૂબ જ જરૂરી છે. જો નસીબ સાથ ના આપે તો જે કામ થઈ રહ્યું છે તે પણ અટકી જાય છે. ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને ગુરુ સાથે સંબંધિત છે. ભગવાન વિષ્ણુની કૃપાથી સુતેલું સૌભાગ્ય જાગે છે. દરેક કાર્યમાં સફળતા મળે છે. પરંતુ ઘણી વખત વ્યક્તિ એવી ભૂલો કરે છે જે તેના સારા નસીબને દુર્ભાગ્યમાં ફેરવી દે છે. 

fallbacks

ગુરુવારે વ્રત રાખવાથી કુંડળીમાં ગુરુ બળવાન બને છે. તેનાથી ધન, શક્તિ, સુખ, સૌભાગ્ય અને સુખી દાંપત્યજીવન મળે છે. તેથી ગુરુવારે વ્રત કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. જે સંપત્તિ લાવે છે. તો કેટલાક કામ એવા છે જે આ દિવસે ના કરવા જોઈએ.

7 માર્ચથી હોળાષ્ટક શરુ, હોળી સુધી રોજ કરવું આ કામ, આર્થિક સમસ્યાઓ થવા લાગશે દુર

ગુરુવારે ન તો વાળ કાપવા જોઈએ અને ન તો વાળ ધોવા જોઈએ. ગુરુવારે દાઢી, વાળ અને નખ કાપવા ખૂબ જ અશુભ છે. તેનાથી ભાગ્ય નારાજ થાય છે. માતા લક્ષ્મીની નારાજગીથી ઘરમાં દરિદ્રતા આવે છે. તબિયત બગડે છે, તેમજ ગુરુવારે વાળ ધોવાથી બાળકો પર ખરાબ અસર પડે છે. પરિણીત મહિલાઓએ ગુરુવારે વાળ ન ધોવા જોઈએ.

6 માર્ચે વેષી યોગ અને સપ્તમી તિથિનો સંયોગ...આ 5 રાશિના જાતકોને થશે અણધાર્યો લાભ

ગુરુવારે કયું ફળ ના ખાવું જોઈએ ?

ગુરુવારે સાદા પાણીથી સ્નાન કરવું જોઈએ. આ દિવસે સાબુ અને શેમ્પૂનો ઉપયોગ ન કરવો જોઈએ. આ દિવસે કપડાં ધોવાનું પણ ટાળવું જોઈએ. ગુરૂવારે ઘરને સાફ ન કરવું જોઈએ.

ગુરુવારે કેળા ના ખાવા જોઈએ. કારણ કે ગુરુવારના વ્રત દરમિયાન કેળાના ઝાડની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. ખાસ કરીને જે લોકો ગુરુવારે ઉપવાસ કરે છે, તેમણે કેળા ન ખાવા જોઈએ. આના કારણે ભગવાન વિષ્ણુ નારાજ થાય છે અને ધન અને સંપત્તિનો નાશ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુવારે પૈસાની લેવડ-દેવડ કરવાની મનાઈ છે. જો તમે ગુરુવારે પૈસા આપો છો, તો તે પાછા મળવાની શક્યતા ઓછી છે.

100 વર્ષ બાદ એક સાથે 3 શક્તિશાળી રાજયોગ બન્યા, 3 રાશિવાળાને જબરદસ્ત ધનલાભ થશે!

ડિસ્કલેમર - અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More