Home> Gujarat
Advertisement
Prev
Next

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના કયા જિલ્લાઓને આજે અપાયું રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ, જાણો

Red Alert In Gujarat : રાજ્યમાં હજુ 3 દિવસ અતિભારે વરસાદની આગાહી, રાજ્ય માથે એક સાથે બે વરસાદની સિસ્ટમ સક્રિય, સર્ક્યુલેશન સિયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય, આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગાહી... દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં રેડ એલર્ટ

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના કયા જિલ્લાઓને આજે અપાયું રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ, જાણો

Gujarat Weather Forecast : રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સારા સમાચાર લઈને આવી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજી પણ અત્યંત ભારેથી ભારે વરસાદ રહેશે, ચોથા અને પાંચમા દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હાલ ગુજરાતમાં સરક્યુલેશન સિયર ઝોન અને, ઑફશોર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી છે. આવતીકાલથી બે દિવસ અમદાવાદમાં યેલો અલર્ટ રહેશે. સૌરાષ્ટ્રમાં સીઝનનો 38 ટકા વરસાદ વધુ વરસી ચૂક્યો છે, પરંતું ઉત્તર ગુજરાતમાં હાલ 20 થી 59 ટકા વરસાદની ઘટ છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજી પણ વરસાદ વરસ્યો છે.

fallbacks

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું કે, આજે ચંદ્રયોગ વાદળોમાં હોય તો વરસાદ સારો થતો હોય છે. આજે સવારે રાજ્યમાં વરસાદ થતા આગામી 24 કલાકમાં રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ થશે. આવતીકાલે સવારે ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ પડતા બંને જિલ્લાઓમાં પણ સારો વરસાદ રહી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આફતના વરસાદથી રાહત મળશે. આમ છતાં ઉત્તર સૌરાષ્ટ્ર અને, કચ્છના ભાગોમાં ભારે વરસાદ રહેશે. 22-23 જુલાઈએ ગ્રહોના યોગને જોતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતા નદીના જળ સ્તર વધી શકે છે. જેમાં ગુજરાતનાં ઘણા ભાગોમાં વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. 24-25 જુલાઈએ દેશના પશ્ચિમ ભાગમાં વરસાદની શક્યતા છે. તો 2 થી 5 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં સારો વરસાદ રહેશે.

તો હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે. રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી શું કહે છે તે પણ જાણીએ. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ કહે છે કે, રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજી પણ અત્યંત ભારેથી ભારે વરસાદ રહેશે. ચોથા અને પાંચમા દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હાલ ગુજરાતમાં સરક્યુલેશન સિયર ઝોન અને ઑફશોર ટ્રફ સક્રિય થતા વરસાદના યોગ સર્જાયા છે. દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, સુરત  તાપી, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આવતીકાલથી બે દિવસ અમદાવાદમાં યેલો અલર્ટ રહેશે. તો સૌરાષ્ટ્રમાં સીઝનનો 38 ટકા વરસાદ વધુ રહ્યો. ઉત્તર ગુજરાતમાં હાલ 20 થી 59 ટકા વરસાદની ઘટ છે. 

જુલાઈના અંતમાં આવશે વરસાદ
પશ્ચિમ ભાગોમાં એક ટફ રેખા છે. આવહા ડાંગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં મધ્ય ગુજરાતના  ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત આસપાસના વિસ્તારમાં અને બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. 26 જુલાઈ સુધી રેહેવાની શક્યતા. જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

About the Author
Read More