Gujarat Rain: ગાંધીનગરમાં ભારે પવન સાથે મીની વાવાઝોડાની અસર શરૂ થઈ હતી. ભારે પવનના કારણે ગાંધીનગરના વાવોલ અંડર પાસે એક મસમોટું વૃક્ષ ધરાશાયી થયું છે. વૃક્ષ ધરાશાયી થતા બુલેટ ચાલક પર વૃક્ષ પડ્યું છે. બુલેટ ચાલક પર વૃક્ષ પડતા વાહન ચાલક ઇજાગ્રસ્ત થયો છે. હાલ તો બુલેટ ચાલકને સારવાર માટે ગાંધનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લાના અનેક વિસ્તારમાં તો વીજળી પણ ડુલ થઈ જવાની ઘટનાઓ સામે આવી છે.
અમદાવાદના વાતાવરણમાં પલટો
અમદાવાદમાં મોડી સાંજે અચાનક અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદમાં નરોડા, નિકોલ, ચાંદખેડામાં ભારે પવન ફૂંકાયો છે. અમદાવાદમાં ભારે પવન ફૂંકાવવાની શરૂઆત થતા વૃક્ષો ધરાશાયી થયા છે. ત્યારે અચાનક ભારે પવન ફૂંકાવાના કારણે ટુ-વ્હીલર લઈને જતા ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
ગુજરાતમાં કડાકા-ભડાકા સાથે વરસાદ બોલાવશે ભુક્કા! 12 જિલ્લામાં આંધી-તોફાનનું એલર્ટ
ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ
બીજી તરફ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠા અસહ્ય બફારા અને ગરમીની વચ્ચે વરસાદ થવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સાબરકાંઠામાં વિજયનગર, આતરસુંબા, ચોરીવાડ, કડિયાદરામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. હિંમતનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદને કારણે વીજળી ગુલ થઈ છે.
બાજરીના પાકને નુકસાન
અરવલ્લી જિલ્લાના મોડાસા, ભીલોડા પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે ગાજવીજ અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ શરૂ થતા વૃક્ષો ધરાશાયી થયાં છે. ભિલોડા શહેર અને ગામ્ય વિસ્તારોમાં પણ તેમજ ભારે પવન સાથે તોફાની વરસાદ શરૂ થયો છે. જો કે, પહેલા વરસાદથી જ બાજરીના પાકને નુકસાન થયુ છે હવે ફરી વરસાદ પડતા બચેલો પાક પણ ખરાબ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
72 મિનિટમાં ખતમ થઈ જશે અડધી દુનિયા! પરમાણુ યુદ્ધથી 5 અરબ લોકોની મોતની નક્કી
સાબરકાંઠામાં વાવાઝોડા કારણે હોર્ડિંગ્સ ફાટ્યા
સાબરકાંઠામાં ભારે વાવાઝોડાના કારણે હોર્ડિંગ ફાટી જવા અને ધરાશાયી થયાં છે. ઇડરથી અંબાજી જોડતા સ્ટેટ હાઈવે પર વૃક્ષ ધરાશાયી થવાના કારણે રસ્તો બ્લોક થયો છે. મહાકાય વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિકજામ સર્જાયો છે. ભારે વાવાઝોડાને કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે.
નાસાના રોવરે મંગળ ગ્રહ પર જોયું ભૂત! ધરતી પર મોકલ્યો અત્યાર સુધીનો સૌથી રહસ્યમય ફોટો
ભિલોડામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો
આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થવાથી વૃક્ષો ધરાશાયી થયા હતાં. સાંજે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ બાદમા ધોધમાર વરસ્યો હતો. ભારે ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસેલા વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પંથકમાં કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે વીજળી ગુલ થઈ ગઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે