Home> Gujarat
Advertisement
Prev
Next

દશેરા પર વાહન ખરીદી કરતા લોકો પર ‘મંદીની અસર’, બુકિંગમાં થયો ઘટાડો

ગુજરાતમાં આ વર્ષે તહેવાર સમય મોંઘવારીની ક્યાંકને ક્યાંક અસર જોવા મળી રહી છે. તાજેતરમાં જ મોટર વ્હીકલ એક્ટમાં થયેલા સુધારા બાદ તહેવારોમાં તેનું ગ્રહણ જોવા મળી રહે છે. દશેરાના વણજોયા મુહૂર્તે દર વર્ષે વેચાણમાં 20 થી 25 ટકા વધારો જેને લઇ ડીલર અગાઉથી જ વાહનો સ્ટોક વધારી દેતા હોય છે, પરંતુ આ વર્ષે ઇકોનોમી ડાઉન અને લોકો પાસે પૈસા ન હોવાની વાતો સાંભળવા મળી રહી છે. 

દશેરા પર વાહન ખરીદી કરતા લોકો પર ‘મંદીની અસર’, બુકિંગમાં થયો ઘટાડો

મૌલિક ધામેચા/અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષે તહેવાર સમય મોંઘવારીની ક્યાંકને ક્યાંક અસર જોવા મળી રહી છે. તાજેતરમાં જ મોટર વ્હીકલ એક્ટમાં થયેલા સુધારા બાદ તહેવારોમાં તેનું ગ્રહણ જોવા મળી રહે છે. દશેરાના વણજોયા મુહૂર્તે દર વર્ષે વેચાણમાં 20 થી 25 ટકા વધારો જેને લઇ ડીલર અગાઉથી જ વાહનો સ્ટોક વધારી દેતા હોય છે, પરંતુ આ વર્ષે ઇકોનોમી ડાઉન અને લોકો પાસે પૈસા ન હોવાની વાતો સાંભળવા મળી રહી છે. 

fallbacks

મંદીની સીધી અસર વાહન ખરીદી પર પડી રહી છે. તહેવારોમાં નવી કાર લોન્ચ કરતી કંપનીને અંશતઃ ફાયદો ચોક્કસ થઈ શકે છે. પરંતુ એકંદરે આ વર્ષે દશેરા નિમિત્તે પછી 30 ટકા 35 ટકા વાહન ઓછી ખરીદી થવાનો અંદાજ છે. કાર ડીલરોનું માનીએ તો એક દિવસમાં દશેરાના દિવસે 50 થી 55 થી કાર અને ૧૦૦થી ૨૦૦ ટુ વ્હીલર્સની ખરીદીની તુલનાએ ગત વર્ષ કરતા તેમાં ઘટાડો જોવા મળી શકે છે.

VIDEO: દસ મહાવિદ્યાઓમાં મહાકાળી છે પ્રથમ, પાવાગઢ શક્તિપીઠ વિશે ખાસ જાણો 

આ વર્ષે માત્ર 40 થી 45 જેટલી કાર એક ડીલરને ક્યાં બુકિંગ થઇ છે. જ્યારે 70 થી 80 ટુ-વ્હીલર બુકિંગ થતા વેચાણમાં ચોક્કસ ઘટાડો નોંધાઈ શકે છે. એક અંદાજ મુજબ આ દશેરામાં ડીલરને વાહન ખરીદીમાં કરોડોનું નુકસાન વેઠવાનો વખત પણ આવી શકે છે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More