Home> Sports
Advertisement
Prev
Next

29મી જીતની સાથે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજો સૌથી સફળ કેપ્ટન બન્યો

ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ જીત હાસિલ કરવાના મામલામાં વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ટેસ્ટ કેપ્ટન વિવિયન રિચર્ડ્સ, એમએસ ધોની અને માઇકલ વોનથી આગળ છે.
 

29મી જીતની સાથે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજો સૌથી સફળ કેપ્ટન બન્યો

નવી દિલ્હીઃ India vs South Africa 1st test match: વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમની (Indian cricket team) જીતનો સિલસિલો ટેસ્ટ ક્રિકેટમાં ચાલું છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં શાનદાર જીત હાસિલ કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝના પ્રથમ મુકાબલામાં આફ્રિકાને પરાજય આપ્યો છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે પ્રોટિયાઝને 203 રનના મોટા અંતરથી હરાવી દીધું છે. કેપ્ટન તરીકે આ વિરાટ કોહલીની 49મી ટેસ્ટ મેચ હતી જેમાં તેને 29મી જીત મળી છે. 

fallbacks

વિરાટ કોહલીએ વિવિયન રિચર્ડ્સને પાછળ છોડ્યા
ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ જીત હાસિલ કરવાના મામલામાં વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ટેસ્ટ કેપ્ટન વિવિયન રિચર્ડ્સ, એમએસ ધોની અને માઇકલ વોનથી આગળ છે. વિરાટ હવે આ મામલામાં ત્રીજા સ્થાન પર છે. આ પહેલા વિરાટે વિવિયન રિચર્ડ્સ તથા એમએસ ધોનીને પાછળ છોડ્યા હતા. ઓછામાં ઓછી 49 ટેસ્ટ મેચ રમનાર જે કેપ્ટનોમાં સૌથી વધુ જીત મેળવી છે તેમાં પ્રથમ સ્થાન પર 36 જીતની સાથે સ્ટીવ વો છે. તો બીજા નંબર પર 34 જીતની સાથે રિકી પોન્ટિંગ છે. વિરાટ હવે 29 જીતની સાથે ત્રીજા સ્થાન પર છે. 

ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ જીત (ઓછામાં ઓછી 49 ટેસ્ટ મેચ)

સ્ટીવ વો - 36 મેચ

રિકી પોન્ટિંગ - 34 મેચ

વિરાટ કોહલી - 29 મેચ

વિવિયન રિચર્ડ્સ - 27 મેચ

માઇકલ વોન - 26 મેચ

એમએસ ધોની - 26 મેચ

આફ્રિકા પર ભારતની ધમાકેદાર જીતથી બનાવ્યા મોટા રેકોર્ડ, રોહિતે મારી બાજી 
 

આ પૂરી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ખેલાડી મહેમાન ટીમ પર સંપૂર્ણ રીતે હાવી રહ્યાં હતા. એક તરફ જ્યાં ટીમના બેટ્સમેન ખાસ કરીને ઓપનરોએ જલવો દેખાડ્યો તો બોલરોએ પણ કોઈ કસર છોડી નથી. પ્રથમ ઈનિંગમાં જ્યાં અશ્વિને કમાલ કરી તો બીજી ઈનિંગમાં શમી અને જાડેજાએ શાનદાર બોલિંગ કરી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More