Home> Gujarat
Advertisement
Prev
Next

ફિક્સ પગારના કર્મચારીઓ માટે ખુશીની ખબર; ભૂપેન્દ્ર પટેલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

Gujarat Goevrment: રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય. ૩૫૭ ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના ૧,૨૮૨ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને મળશે મેડિકલ રજા અને ખાસ રજા. 

ફિક્સ પગારના કર્મચારીઓ માટે ખુશીની ખબર; ભૂપેન્દ્ર પટેલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

Gujarat Government: રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યની ૩૫૭ ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓને માટે ૨૦ માંદગી રજા અને ૧૫ ખાસ રજા આપવામાં આવશે.

fallbacks

આ નિર્ણયનો કુલ ૧,૨૮૨ કર્મચારીઓને લાભ મળશે જેમાં ૧,૧૬૭ શૈક્ષણિક અને ૧૧૫ બિન-શૈક્ષણિક કર્મચારીઓનો સમાવેશ થાય છે. 

15 ઓગસ્ટ પછી ફરી સક્રિય થશે ચોમાસું! આ જિલ્લાઓમાં છોતરા પાડશે વરસાદ! ભયાનક છે આગાહી

મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યની બિનસરકારી અનુદાનિત કોલેજોમાં ફરજ બજાવતા શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓને સરકારી ફિક્સ પગારના કર્મચારીઓને પ્રાપ્ત મેડીકલ લીવ આપવામાં આવશે. કર્મચારીની પોતાની અથવા કુટુંબના સભ્યોની બિમારી કે અકસ્માતના કારણે થયેલ ગંભીર ઈજાના સંજોગોમાં વર્ષ દરમિયાન ૧૦ રજાઓ પુરા પગારમાં અથવા ૨૦ રજા અડધા પગારમાં નિયમ મુજબ મેડીકલ પ્રમાણપત્રને આધારે મળવાપાત્ર થશે. ફિક્સ પગારના સમયગાળા દરમિયાન એકઠી થયેલ માંદગી અંગેની રજાઓ નિયમિત નિમણુંક બાદ આગળ ફોરવર્ડ પણ કરી શકાશે. 

ગુજરાતના ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય; કેબિનેટ બેઠકમાં અપાઈ સૂચના

આ ઉપરાંત ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં નોન-વેકેશનલ કર્મચારીઓને ફિક્સ પગારના કર્મચારીઓને મળતા ૧૫ ખાસ રજાઓ મળવાપાત્ર થશે. ખાસ રજાઓ નિયમિત નિમણુંક બાદ આગળ લઇ જઈ શકાશે નહી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More