Home> Gujarat
Advertisement
Prev
Next

ભાવનગર: કોરોનાના દર્દી સાથે ડોક્ટરનાં વેશમાં આવેલા વ્યક્તિએ અડપલા કર્યા

ભાવનગરમાં ગત્ત 4 જુલાઇના દિવસે એક કોરોના પોઝિટિવ સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્યનો પ્રયાસ થતા ચકચાર મચી ગઇ છે. એક મહિલા પોતાનાં 14 વર્ષનાં પુત્ર સાથે સુરતથી ભાવનગર પોતાનાં પિતાના ઘરે પરત ફર્યા હતા. જો કે બંન્નેને કોરોનાના લક્ષણ દેખાતા બંન્નેને સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે પુત્રને ઝડપી રિકવરી થતા તેને સમરસ હોસ્ટેલમાં રિફર કરવામાં આવ્યો હતો. જો કે અહીં ડોક્ટરનાં વેશમાં આવેલા એક વ્યક્તિએ તારી સારવાર કરવી પડશે તેમ કહીને પહેલા શારીરિક અડપલા બાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. 

ભાવનગર: કોરોનાના દર્દી સાથે ડોક્ટરનાં વેશમાં આવેલા વ્યક્તિએ અડપલા કર્યા

ભાવનગર : ભાવનગરમાં ગત્ત 4 જુલાઇના દિવસે એક કોરોના પોઝિટિવ સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્યનો પ્રયાસ થતા ચકચાર મચી ગઇ છે. એક મહિલા પોતાનાં 14 વર્ષનાં પુત્ર સાથે સુરતથી ભાવનગર પોતાનાં પિતાના ઘરે પરત ફર્યા હતા. જો કે બંન્નેને કોરોનાના લક્ષણ દેખાતા બંન્નેને સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે પુત્રને ઝડપી રિકવરી થતા તેને સમરસ હોસ્ટેલમાં રિફર કરવામાં આવ્યો હતો. જો કે અહીં ડોક્ટરનાં વેશમાં આવેલા એક વ્યક્તિએ તારી સારવાર કરવી પડશે તેમ કહીને પહેલા શારીરિક અડપલા બાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. 

fallbacks

સચિવાલય બહાર પરીક્ષા મુદ્દે વિરોધ કરી રહેલા અનેક આગેવાનો અને વિદ્યાર્થીઓની ધરપકડ

આ કથિત ડોક્ટરે સગીરને ધમકાવ્યો હતો અને કહ્યું કે, આ અંગે તે કોઇને જાણ કરે નહી. જો કે તેણે પોતાની માતાને આ અંગે જણાવતા તેના માતા પણ આઘાત પામી ગયા હતા. તેમણે અન્ય ડોક્ટર્સને જાણ કરતા કમિશ્નર અને જિલ્લા વિકાસ અધિકારીને કરી હતી. પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસ દ્વારા ઉડાઉ જવાબ મળ્યા હતા. જેથી આખરે મહિલાએ વકીલ દ્વારા કાયદેસર રીતે આ દોષીત વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. 

કોવિડ-૧૯ સંક્રમિત દર્દીઓની સારવારમાં સરકારે ઇન્જેક્શનનો વિવેકપુર્ણ ઉપયોગ કરવા અપીલ કરી

જો કે બીજી તરફ બાળકની પુછપરછ કરતા તે માસ્ક પહેર્યું હોવાનાં કારણે આરોપી અંગે પુરતી માહિતી આપી શક્યો નહોતો. જો કે હાલ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે પુછપરછ હાથ ધરવામાં આવી હતી. બાળક અને તેની માતા હાલ આઘાતમાં છે. તેની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવ્યું હતું. બાળકની માતાએ આરોગ્યમંત્રી, નાયબ મુખ્યપ્રધાન અને મુખ્યપ્રધાન સહિતનાં લોકોને પણ આ અંગે રજુઆત કરીને ઘટતું કરવા માટે અપીલ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More