ઉદય રંજન/અમદાવાદ : મહિલા ક્રાઇમ બ્રાંચના વિવાદિત પી.એસ.આઇ શ્વેતા જાડેજાને 20 લાખની લાંચના કેસમાં આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. લાખોના લાંચ કૌભાંડ ની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટે અગાઉ ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ રિમાન્ડનો સમયગાળો પૂર્ણ થતા આજે સવારે 11:00 વાગે એસઓજી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી પીએસઆઇને કોર્ટમાં રજૂ કરાયા હતા.
ભાવનગર: કોરોનાના દર્દી સાથે ડોક્ટરનાં વેશમાં આવેલા વ્યક્તિએ અડપલા કર્યા
કોર્ટમાં રજૂ કર્યા બાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચના તપાસ અધિકારી દ્વારા ત્રણ દિવસના પુન: રીમાંડની માંગ કરવામાં આવી હતી. જેમાં આરોપી પી.એસ.આઇ શ્વેતા જાડેજા પાસે લાખોનો મોબાઈલ ક્યાંથી આવ્યો અને કોણે અપાવ્યો, આરોપીએ લાંચની રૂપિયા ૨૦ લાખની રકમ આંગડિયામાંથી તેના બનેવી દેવેન્દ્ર ઓડેદરા મારફતે સ્વીકારી હતી. જે હજુ સુધી વોન્ટેડ છે, આરોપીએ મેળવેલ આર્થિક અનુચિત લાભનું રોકાણ ક્યાં કર્યું છે તે બાબતની તપાસ કરવાની બાકી છે. આરોપીએ અન્ય કયા-કયા કેસોમાં લાંચ લીધી છે તે બાબતની તપાસ કરવા વધુ ત્રણ દિવસના રિમાન્ડની નામદાર કોર્ટમાં મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ દ્વારા ધારદાર દલીલો સાથે માંગણી કરવામાં આવી હતી.
સચિવાલય બહાર પરીક્ષા મુદ્દે વિરોધ કરી રહેલા અનેક આગેવાનો અને વિદ્યાર્થીઓની ધરપકડ
જો કે, બીજી તરફ આરોપીના વકીલે ફરિયાદ બાબતે કેટલાક વાંધા પણ ઉઠાવ્યા હતા. બંને પક્ષોની દલીલને ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટે આરોપીની પૂછપરછ અને તપાસ માટે પૂરતો સમય મળ્યો હોવાની વાત ધ્યાનમાં રાખી વધારાના રિમાન્ડ નામંજૂર કર્યા છે. 20 લાખની લાલચમાં ફસાયેલા મહિલા ક્રાઇમ બ્રાંચના વિવાદિત પી.એસ.આઇ શ્વેતા જાડેજાને જુડીશીયલ કસ્ટડીમાં મોકલવા કોર્ટે આદેશ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે