Home> Gujarat
Advertisement
Prev
Next

મિત્રએ યુવતીને ભરપુર દારૂ પીવડાવ્યો અને કહ્યું હવે તને જીવન અને જવાનીનો સાચો આનંદ આપવા માંગુ છું અને...

ગુજરાતમાં હવે રોજે રોજ એવી ઘટનાઓ સામે આવે છે જેવા કેસ ગુજરાતનાં ઇતિહાસમાં ક્યારે પણ સામે નથી આવ્યા, આવો જ એક વધારે કિસ્સો ભુજમાંથી સામે આવ્યો હતો

મિત્રએ યુવતીને ભરપુર દારૂ પીવડાવ્યો અને કહ્યું હવે તને જીવન અને જવાનીનો સાચો આનંદ આપવા માંગુ છું અને...

ભુજ : શહેરની ૧૭ વર્ષની કિશોરીનું અપહરણ કરી, ભુજીયાની તળેટીના વાડામાં લાવી તેને નશાની ગોળીઓ અને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચરવાના ચકચારી ગુનામાં પોલીસે ગેંગ રેપ અને એકથી વધુ વખત રેપની કલમો ઉમેરવી પડી છે. આ ગુનામાં આજે ચોથા આરોપીની પણ ધરપકડ કરી લઈ પોલીસે ચારે આરોપીને ભુજની પૉક્સો કૉર્ટ સમક્ષ રજૂ કર્યાં હતા. ખાસ જજે ગુનાની ગંભીરતા અને રીમાન્ડ માટે રજૂ થયેલાં ગ્રાઉન્ડને ગ્રાહ્ય રાખીને ચારે આરોપીના ૧૦ દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે.

fallbacks

રામચરણ, જુનિયર એનટીઆર અને રાજમૌલી બન્યા સ્ટેચ્યુ ઓફ યુનિટિના મહેમાન

ફરિયાદ પક્ષ વતી સરકારી વકીલ સ્થળ પરથી મળેલાં ગ્લાસ પર આરોપીઓની ફિંગર પ્રિન્ટની તપાસ કરી વૈજ્ઞાનિક પૂરાવો મેળવવાનો, લાઈ ડિટેક્ટર ટેસ્ટ (પોલિગ્રાફ ટેસ્ટ) દ્વારા વૈજ્ઞાનિક પૂરાવો મેળવવાનો તેમજ આરોપીઓની હાજરી પૂરવાર કરવા માટે મોબાઈલ લોકેશનના પૂરાવા એકત્ર કરવા સહિત તપાસમાં ખૂટતી કડીઓ મેળવવા માટે ૧૦ દિવસના રીમાન્ડની માંગણી કરી હતી. કૉર્ટે જરૂર પડ્યે લાઈ ડિટેક્ટર અને નાર્કો ટેસ્ટ સહિતના વૈજ્ઞાનિક પરીક્ષણો માટેના ગ્રાઉન્ડને ગ્રાહ્ય રાખી ચારે આરોપીને દસ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યાં છે. 

ગુજરાતમાં ચોથી લહેરની શરૂઆત? સતત ઘટી રહેલા કેસ વચ્ચે આજે 5 કેસનો વધારો!

પોલીસે હુસેન અલીમામદ કકલ, રાહુલ અનિલભાઈ સથવારા અને વાલજી ઊર્ફે કિશન પ્રવિણભાઈ વઢિયારા (દેવીપૂજક)ની ધરપકડ કરી હતી. ત્યારબાદ આજે ચોથા આરોપી મહેશ મહેશ્વરીની પણ ધરપકડ કરી લેવાઈ હતી. પોલીસે આજે ખુલાસો કર્યો છે કે ભોગ બનનાર કિશોરીને દેશી દારૂ પીવડાવી બેહોશ કરી રાહુલ સથવારા અને હુસેન કકલે વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. સરકારી વકીલ જણાવ્યું કે, આરોપીઓ વિરુધ્ધ ગેંગ રેપની કલમ IPC ૩૭૬-D ઉપરાંત એકથી વધુ વખત દુષ્કર્મ આચરવાની કલમ IPC ૩૭૬ (૨) (N) અને તેના પગલે પોક્સો એક્ટની કલમ ૫ (L) (૬)નો પણ ઉમેરો કરાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More