Home> Gujarat
Advertisement
Prev
Next

પાટણમાં પિતાએ આત્મહત્યા કરી, પુત્ર એટલું રડ્યો કે મૃતદેહમાં બેઠો થયો અને પુત્રને...

જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક આધેડ વ્યક્તિએ ટ્રેન નીચે પડતું મુકીને આત્મહત્યા કરી લીધી હતી. જો કે ઘટના બાદ તત્કાલ તેનો પુત્ર અને પુત્રી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે આધેડના ધડના બે ટુકડા થઇ ચુક્યાં હતા. જો કે પુત્રનો આક્રંદ જોઇને પિતાના શરીરમાં ફરી એકવાર પ્રાણ પુરાયા હોય તે પ્રકારે અડધુ કપાયેલું ધડ ફરી એકવાર બેઠું થયું હતું. તે પુત્રને જોઇને રડી પડ્યું હતું અને ત્યાર બાદ થોડીવાર ઉંડા ઉંડા શ્વાસ લઇને અંતિમ દમ ભર્યો હતો. ત્યાર બાદ તરફડતા તરફડતા પોતાનો પ્રાણ છોડી દીધો હતો. 

પાટણમાં પિતાએ આત્મહત્યા કરી, પુત્ર એટલું રડ્યો કે મૃતદેહમાં બેઠો થયો અને પુત્રને...

પાટણ : જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક આધેડ વ્યક્તિએ ટ્રેન નીચે પડતું મુકીને આત્મહત્યા કરી લીધી હતી. જો કે ઘટના બાદ તત્કાલ તેનો પુત્ર અને પુત્રી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે આધેડના ધડના બે ટુકડા થઇ ચુક્યાં હતા. જો કે પુત્રનો આક્રંદ જોઇને પિતાના શરીરમાં ફરી એકવાર પ્રાણ પુરાયા હોય તે પ્રકારે અડધુ કપાયેલું ધડ ફરી એકવાર બેઠું થયું હતું. તે પુત્રને જોઇને રડી પડ્યું હતું અને ત્યાર બાદ થોડીવાર ઉંડા ઉંડા શ્વાસ લઇને અંતિમ દમ ભર્યો હતો. ત્યાર બાદ તરફડતા તરફડતા પોતાનો પ્રાણ છોડી દીધો હતો. 

fallbacks

વિદ્યાર્થીઓ ચડાવો બાણ હવે તો યુદ્ધ એજ કલ્યાણ: GUJCET પરીક્ષાની તારીખ જાહેર

પોતાના પિતાનાં તરફડીયા મારતું ધડ અને પગલ જોઇને પુત્ર ભાંગી પડ્યો હતો. તે પિતાના પગ પકડીને ચોધાર આંસુએ રડી પડ્યો હતો. જ્યારે પુત્રી પણ ખુબ જ આક્રંદ કરી રહી હતી. વીડિયો જોઇને કોઇ પથ્થર દિલનું પણ હૃદય રડી પડે તેવા દ્રષ્યો વિચલિત કરતા હતા. મોટા પ્રમાણમાં લોકો એકત્ર થઇ ગયા હતા. આ દ્રશ્ય જોનારા દરેક વ્યક્તિ થથરી ગયો હતો. પાટણ સજનીપુર નજીક રહેતા રેલવે ફાટક પર 45 વર્ષીય આધેડે આત્મહત્યા કરી લેવાની ઘટનાએ ચકચાર મચાવી છે. 

હે ભગવાન ભરઉનાળે વરસાદ! 80-90 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન, વાવાઝોડાના એલર્ટથી તંત્ર દોડતું થયું

આધેડના શરીરના બે ટુકડા થઇ ગયા હતા. આ કાળજુ કંપાવનારી ઘટનામાં આધેડના શરીરના બે ટુકડા થઇ ગયા હોવા છતા પણ તેઓ થોડા સેકન્ડો માટે જીવતા રહ્યા હતા. હાથથી ટ્રેન પકડીને જાણે અંતિમ શ્વાસ ભરી લેવા માંગતા હોય તેવું દ્રશ્ય ખડું ખયું હતું. ઘટનાની સેકન્ડોમાં આવી પહોંચેલા પરિવારનું હૈયાફાટ રૂદન જોઇને વાતાવરણમાં ગમગીની છવાઇ હતી. હાલ તો રેલવે પોલીસ દ્વારા આત્મહત્યાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે તપાસ આદરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More