Home> India
Advertisement
Prev
Next

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે જાપાનના PM પહોંચ્યા ભારત, PM મોદી સાથે આ મુદ્દાઓ પર ચર્ચા કરી

જાપાની પ્રધાનમંત્રી ભારત યાત્રા દરમિયાન દેશમાં 5,000 અરબ યેન (42 અરબ અમેરિકી ડોલર)ના રોકાણની જાહેરાત કરી શકે છે. એક મીડિયા રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે આ રોકાણ આગામી 5 વર્ષોમાં કરવામાં આવશે.

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે જાપાનના PM પહોંચ્યા ભારત, PM મોદી સાથે આ મુદ્દાઓ પર ચર્ચા કરી

નવી દિલ્હી: જાપાનના પ્રધાનમંત્રી ફૂમિયો કિશિદા ભારતની બે દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. આ દરમિયાન જાપાનના પ્રધાનમંત્રીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. બંને પ્રધાનમંત્રીઓએ ભારત અને જાપાન વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવાના મુદ્દે ચર્ચા કરી. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન જાપાનના પીએમની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 

fallbacks

પીએમ મોદીએ ઈન્ડિયા-જાપાન ઈકોનોમિક ફોરમને સંબોધિત કરતા કહ્યું કે પ્રગતિ, સમૃદ્ધિ અને ભાગીદારી એ ભારત-જાપાન સંબંધોના પાયાના પથ્થર છે. અમે ભારતમાં જાપાનીઝ કંપનીઓને તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. જ્યારે, જાપાન આગામી 5 વર્ષમાં ભારતમાં તેનું રોકાણ વધારીને 5 ટ્રિલિયન યેન એટલે કે 3.2 લાખ કરોડ રૂપિયા કરશે.

પીએમ કિશિદાને બતાવ્યા જૂના મિત્ર 
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે પીએમ કિશિદા અને ભારતની જૂની મિત્રતા રહી છે. જ્યારે તેઓ જાપાનના વિદેશ મંત્રી હતા, ત્યારે મને તેમની સાથે ચર્ચા વિચારણા કરવાની તક મળી હતી. આ દરમિયાન સાયબર સુરક્ષા, ક્ષમતા નિર્માણ, માહિતીનું આદાન-પ્રદાન અને સહયોગના ક્ષેત્રોમાં સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

મોટા રોકાણની જાહેરાત
જાપાની પ્રધાનમંત્રી ભારત યાત્રા દરમિયાન દેશમાં 5,000 અરબ યેન (42 અરબ અમેરિકી ડોલર)ના રોકાણની જાહેરાત કરી શકે છે. એક મીડિયા રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે આ રોકાણ આગામી 5 વર્ષોમાં કરવામાં આવશે. જાપાનના નિક્કી અખબારના અહેવાલ મુજબ 5,000 બિલિયન યેનનું રોકાણ કિશિદાના પુરોગામી શિન્ઝો આબે દ્વારા 2014 માં જાહેર કરાયેલ 3,500 બિલિયન યેનના રોકાણ અને ભંડોળ ઉપરાંત હશે.

હાઈ સ્પીડ રેલવે પરિયોજના પર મદદ
જાપાન હાલમાં ભારતના શહેરી માળખાકીય વિકાસ તેમજ જાપાનની શિંનકાનસેન બુલેટ ટ્રેન ટેક્નોલોજી પર આધારિત હાઈ-સ્પીડ રેલવે પ્રોજેક્ટમાં મદદ કરી રહ્યું છે. વડાપ્રધાન કિશિદા આર્થિક સંમેલન દરમિયાન જાહેર-ખાનગી ભંડોળની જાહેરાત કરવાના છે.

લગભગ 2 અરબ રૂપિયાની લોન
અગ્રણી બિઝનેસ અખબારે જણાવ્યું હતું કે કિશિદા તેમની મુલાકાત દરમિયાન ભારતમાં જાપાની કંપનીઓ દ્વારા સીધા રોકાણમાં વધારો અને ક્ષમતા વિસ્તરણની પણ જાહેરાત કરી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાત દરમિયાન કિશિદા લગભગ 300 બિલિયન યેનની લોન પર સહમત થવાની આશા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો કાર્બન ઘટાડવા સંબંધિત ઊર્જા સહયોગ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા છે.

પીએમ મોદીની સાથે શિખર સંમેલન
કિશિદા 2 દિવસીય યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે 14મા ભારત જાપાન શિખર બેઠકમાં ભાગ લેશે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર ભારતના સત્તાવાર પ્રવાસ પર આવ્યા છે. આ સમિટમાં બંને પક્ષોને દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પરિમાણોની સમીક્ષા કરવાની અને તેને આગળ લઈ જવાના મુદ્દા પર વિચાર કરવાની તક મળશે.

જંગ પર થઈ શકે છે વાતચીત
જ્યારે, રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન જાપાની પ્રધાનમંત્રીનો આ પ્રવાસ ખુબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તે દરમિયાન જાપાની પીએમ દ્વારા પીએમ મોદીને યુદ્ધને લઈને બગડી રહેલી સ્થિતિ પર ચર્ચા થઈ શકે છે. તમને જણાવી દઈએ કે યુક્રેન પર હુમલો કર્યા બાદ જાપાને રશિયા પર અનેક પ્રતિબંધો લગાવી દીધા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More