Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં નિષ્ઠુર તંત્રથી ત્રાસેલા લોકોએ ઓક્સિજન એજન્સીમાં ધાડ પાડી અને...

કોરોનાનાં કેસ જેમ જેમ વધતા જઇ રહ્યા છે તેમ તેમ નાગરિકોની સહનશક્તિની પણ હદ આવતી જઇ રહી છે. ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન ખલાસ થઇ રહ્યો છે. જિલ્લા કલેક્ટરે પોતે પણ ઓક્સિજનની અછત હોવાનું સ્વિકાર્યું છે. તેવામાં નાગરિકો ઓક્સિજન માટે વલખા મારી રહ્યા છે. જો કે હવે જે પ્રકારે તંત્રની કામગીરી છે તે જોતા હવે નાગરિકો પણ કંટાળી ચુક્યાં છે. પોતાનાં સ્વજનનોને નજર સમક્ષ ગુમાવેલા લોકો હવે આક્રમક બન્યા છે. 

રાજકોટમાં નિષ્ઠુર તંત્રથી ત્રાસેલા લોકોએ ઓક્સિજન એજન્સીમાં ધાડ પાડી અને...

રાજકોટ : કોરોનાનાં કેસ જેમ જેમ વધતા જઇ રહ્યા છે તેમ તેમ નાગરિકોની સહનશક્તિની પણ હદ આવતી જઇ રહી છે. ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન ખલાસ થઇ રહ્યો છે. જિલ્લા કલેક્ટરે પોતે પણ ઓક્સિજનની અછત હોવાનું સ્વિકાર્યું છે. તેવામાં નાગરિકો ઓક્સિજન માટે વલખા મારી રહ્યા છે. જો કે હવે જે પ્રકારે તંત્રની કામગીરી છે તે જોતા હવે નાગરિકો પણ કંટાળી ચુક્યાં છે. પોતાનાં સ્વજનનોને નજર સમક્ષ ગુમાવેલા લોકો હવે આક્રમક બન્યા છે. 

fallbacks

SURAT: પોતાનું મોત સાબિત કરવા નિર્દોષ વ્યક્તિને ગાડીમાં બેસાડી ગાડી સળગાવી દીધી અને...

આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી હતી. જ્યાં ઓક્સિજનની એક એજન્સી પર 200 લોકોનું ટોળુ ધસી ગયું હતું. ઓક્સિજન એજન્સીનાં માલિક સાથે માથાકુટ કરી હતી. ઓક્સિજનની બોટલો લૂંટવાનો પ્રયાસ કરવા ઉપરાંત ઝપાઝપી પણ કરી હતી. શાપર ખાતેની એજન્સીમાં આ ઘટના બન્યા બાદ હવે તંત્ર વધારે સતર્ક બન્યું છે. 

કોવિડ કેરમાં ‘ઝીંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ’ સોંગ પર દર્દીઓ ડોલ્યા

મામલતદાર સહિતનાં 30 કર્મચારીઓને રાઉન્ડ ધ ક્લોક એજન્સીઓ પર નજર રાખવા ઉપરાંત કલેક્ટરે વધારે 1 અધિકારીઓને પણ આ પ્રકારની જવાબદારી સોંપી છે. જેના કારણે અધિકારીઓ હવે 24 કલાક આ એજન્સીઓ પર નજર રાખી રહ્યા છે. આ ઉપરાંત કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી રાખી રહ્યા છે. રાજકોટમાં હવે કુલ 4 ઓક્સિજન એજન્સી પર 24 કલાકમાં 3 અધિકારીઓ ફાળવી દેવાયા છે. 8-8 કલાકની શિફ્ટમાં આ અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More