જયપુરઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત (Chief Minister Ashok Gehlot) એ જાહેરાત કરી છે કે રાજ્યમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, તે માટે આશરે 3000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
મુખ્યમંત્રીએ રવિવારે ટ્વીટ કરી કહ્યુ- રાજસ્થાન સરકારે પ્રદેશના 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકોને લગભગ 3000 કરોડ રૂપિયાની રકમ ખર્ચ કરી નિશુલ્ક કોવિડ વેક્સિન લગાવવાનો નિર્ણય કર્યો છે.
राजस्थान सरकार ने प्रदेश के 18 वर्ष से अधिक आयुवर्ग के सभी लोगों को लगभग 3000 करोड़ रुपये की धनराशि खर्च कर निशुल्क कोविड वैक्सीन लगाने का फैसला किया है।
— Ashok Gehlot (@ashokgehlot51) April 25, 2021
અશોક ગેહલોતે એક અન્ય ટ્વીટમાં કહ્યુ કે, તે સારૂ હોત કે રાજ્ય સરકારોની માંગ અનુસાર ભારત સરકાર 60 વર્ષ અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકોની જેમ 18થી 45 વર્ષ સુધીના યુવાઓના વેક્સિનેશનનો ખર્ચ ઉઠાવી લેત તો રાજ્યનું બજેટ ડિસ્ટર્બ ન થાત. આ પહેલા રવિવારે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે પણ રાજ્યમાં બધાને ફ્રીમાં કોરોના વેક્સિન આપવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચોઃ Corona દર્દીઓની સંભાળ રાખવા અંગે દેશના સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ આપ્યા સૂચનો, તમે પણ જાણો
મહત્વનું છે કે દેશમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે પાછલા સપ્તાહે મોદી સરકારે નિર્ણય કર્યો હતો કે એક મેથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે. ત્યારબાદ ઘણા રાજ્યો 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને ફ્રીમાં વેક્સિન આપવાની જાહેરાત કરી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે