Gujarat Weather Update: ચોમાસા પહેલા જ ગુજરાતમાં મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં વરસાદ જોરદાર વરસાદ પડ્યો છે. અરવલ્લીના મોડાસામાં સવા 2 ઈંચ વરસાદ તો પાટણ, મહેસાણા, અરવલ્લીમાં પણ ધમાકેદાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 22 તાલુકામાં એકથી અઢીં ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં સવારના ચારથી છ વાગ્યામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. વાસણા બેરેજના ત્રણ દરવાજા અડધો ફિટ ખોલવામાં આવ્યા હતા.
ઉત્તર ગુજરાતમાં મધ્યરાત્રીએ ધમાકેદાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જેમાં પાલનપુર, અંબાજી હાઈ-વે પર પાણી ફરી વળ્યા છે તો મહેસાણાના ઊંઝા અને કડી અંડરપાસ બંધ કરવાની નોબત પડી છે. પાટણના ગરનાળામાં પણ પાણી ભરાયા છે. તો અમદાવાદમાં સામાન્ય વરસાદે જ તંત્રની પોલ ખોલી દીધી છે. મોડી રાત્રે વરસાદથી રખિયાલ, કાંકરિયા, અજીત મિલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
હવામાન વિભાગની આગામી બે કલાકને લઇને આગાહી
મધ્યમ ગાજવીજ/વીજળી સાથે મહત્તમ સપાટીની પવનની ઝડપ 41-61 કિ.મી/કલાક (ઝાપટામાં) અને હળવાથી મધ્યમ વરસાદ (5-15 મિમી/કલાક) ગુજરાત રાજ્યના અમદાવાદ, ખેરા, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ખૂબ જ સંભવિત વરસાદ થઈ શકે છે.
હળવી ગાજવીજ/વીજળી સાથે મહત્તમ સપાટીની પવનની ઝડપ 40 કિ.મી/કલાક (ઝાપટામાં) અને હળવો વરસાદ (5 મિમી/કલાક) ગુજરાત રાજ્યના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલી, વલસાડ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ખૂબ જ સંભવિત છે, સાથે વાદળથી જમીન પર વીજળીની ઓછી સંભાવના વ્યક્ત કરાઈ છે.
અમદાવાદમાં ભારે વરસાદ
અમદાવાદમાં મધરાતે તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના વાડજ, અખબારનગર, શાહીબાગ, ઈન્કમટેક્સ, પ્રહલાદનગર, બોપલ, ઘુમા, શીલજ, શેલા, માણેકબાગ, શ્યામલ, શિવરંજની, જોધપુર, વસ્ત્રાપુર, પકવાન, સોલા, સાયન્સ સિટી, ગોતા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તોફાની પવન સાથે વરસેલા વરસાદે અમદાવાદ મનપા પ્રશાસનની પોલ ખોલી હતી. શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ભાવનગર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
ભાવનગર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે પાંચ વાગે ભારે પવન બાદ શહેર અને ગ્રામ્ય પંથકોમાં વરસાદ થયો છે. બહારગામ જવા નીકળેલા લોકો સવારે વરસાદ વરસતા ભીંજાયા હતા. ભાવનગર શહેરના વરતેજથી એરપોર્ટ સુધીના વિસ્તારમાં ધીમીધારે વરસાદ થયો છે. ભાલ વિસ્તારના માઢિયા, સનેસ, સવાઈનગર, કાળાતળાવ, નર્મદ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ભાવનગર ગ્રામ્ય વિસ્તારના નારી, સિદસર, અકવાડા, અધેવાડા, અવાણિયા સહિતના વિસ્તારમાં વરસાદ. ઘોઘાના ગ્રામ્ય પંથકમાં વાળુંકડ, નાનામોટા ખોખરા, ખરકડી સહિતમાં વરસાદ થયો. વહેલી સવારે શહેર ગ્રામ્યમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં પ્રસરી ઠંડક.
અંબાજીમાં વરસાદ
હવામાન વિભાગની આગાહીના પગલે અંબાજી દાંતા પંથકના વાતાવરણમાં પલટો. અંબાજી પંથકમાં મોડી રાત્રે કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન. અંબાજીમાં ચોતરફ પાણી જ પાણી. બજારોમાં પણ ધસમસતા પાણી જોવા મળ્યા. અંબાજી ના બજારો અને હાઇવે માર્ગ પર પાણીની નદીઓ વહેતી થઇ. હાઇવે માર્ગ પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. મોડી રાત્રે ગાજવીજ ને બિહામણી વીજળીના ચમકારા સાથેનો વરસાદ. અંબાજીમાં કેટલાક વેપારીઓની દુકાનોમાં પણ પાણી ભરાયા. વેપારીઓએ મોટર લગાવી દુકાનોમાં ભરાયેલા પાણી ઉલેચ્યા. અનેક સોસાયટીઓમાં પણ પાણી ઘુસ્યા. દાંતા.માં પણ ભારે વાવાઝોડા સાથે વરસાદ. જોકે હજી સુધી કોઈ મોટી નુકસાની ના સમાચાર નહીં. અંબાજીમાં પ્રિમોન્સૂન પ્લાન ન હોવાથી વેપારીઓને વરસાદી પાણીથી ભોગવી પડે છે હાલાકી
નવસારી શહેરમાં કમોસમી વરસાદ શરૂ થયો
શહેરમાં આવેલા લુન્સીકુઈ, સ્ટેશન રોડ, ડેપો સહિત અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ. જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી. ઉનાળુ ડાંગર સહિત અનેક પાકમાં મોટુ નુકસાન થયું હોવાના સમાચાર છે.
સ્માર્ટસિટી અમદાવાદમાં સામાન્ય વરસાદમાં રોડ ડૂબ્યા પાણીમાં
ગત મોડી રાતે વરસેલા અતિ સામાન્ય વરસાદમાં જ ભરાયા પુષ્કળ પાણી. પૂર્વ તરફના રખિયાલ , કાંકરિયા રેલવે યાર્ડ તર માર્ગો પાણીમાં. અજિત મિલ ચાર રસ્તા ફલાયઓવરની બંને તરફ ઘૂંટણ સુધીના પાણી. અજિત મિલ ફ્લાયઓવરથી રખિયાલ brts રૂટમાં પણ પુષ્કળ પાણી. નહિવત વરસાદ છતાં આટલા પાણી ભરાતા ઉઠ્યા અનેક પ્રશ્નો. પ્રિ મોન્સૂનના નામે થતી કામગીરી શંકાના દાયરામાં. ડ્રેનેજ સફાઈના નામે ચુકવાતા કરોડો રૂપિયા આખરે ક્યાં જાય છે? નહિવત વરસાદમાં આ સ્થિતિ તો ભારે વરસાદ સમયે શું સ્થિતિ થશે?
સાબરકાંઠા જિલ્લામાં રાત્રીએ વાતાવરણમાં પલટો
રાત્રી દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદ. જિલ્લામાં રાત્રી દરમિયાન સર્વત્ર 10 થી 45 મીમી વરસાદ. પોશીનામાં પોણા બે ઇંચ, હિંમતનગર માં દોઢ ઇંચ, પ્રાંતિજ, તલોદ, ખેડબ્રહ્મા, વડાલીમાં પોણો એક એક ઇંચ. ઇડર અને વિજયનગરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.
વડોદરામાં વહેલી સવારથી વરસાદી માહોલ
સવારે 5 વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. શહેર અને જિલ્લાના મોટાભાગમાં વરસાદ વરસ્યો. વડોદરાના સમા, હરણી, કારેલીબાગ, રાવપુરા , અલકાપુરી, નિઝામપુરા, ફતેગંજ, ગોત્રી, વાસણા, ભાયલી વિસ્તારમાં વરસાદ વરસ્યો. ભારે પવન સાથે વરસાદ વરસતાં વાતાવરણ ઠંડું થયું. સાવલીમાં પણ રાત્રે વરસાદ વરસ્યો હતો. પાદરામાં વહેલી સવારે પડ્યો ધોધમર વરસાદ. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ. કરજણ તાલુકામાં પણ વરસાદી માહોલ. વરસાદને પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી. અસહ્ય બફારા વચ્ચે લોકોને આંશિક રાહત મળી.
બનાસકાંઠામાં વરસાદ
પાલનપુરમાં રાત્રી દરમિયાન પડેલા વરસાદને લઈને પાલનપુર -અંબાજી હાઇવે ઉપર ભરાયા પાણી. પાલનપુર અંબાજી હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમા મુકાયા. સામાન્ય વરસાદમાં પણ અવારનવાર પાણી ભરાઈ જતા હાઇવે આજુબાજુની સોસાયટીના રહીશો પણ મુશ્કેલીમા મુકાયા. અનેકવાર રજૂઆતો કરવા છતાં રોડ ઊંચો ન કરાતા કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરતાં લોકોમાં રોષ. જિલ્લા મથક પાલનપુરમાં મોડી રાત્રે થયેલા વરસાદે અનેક વિસ્તારોને કર્યા પાણી પાણી. શહેરના બસ સ્ટેન્ડ, વીરપુર ચોકડી સહીતના અનેક વિસ્તારો થયા પાણી પાણી. 1 ઇંચ જેટલાં સામાન્ય વરસાદમાં જ અંબાજી હાઇવે થયો પાણી પાણી. સામાન્ય વરસાદમાં જ અંબાજી હાઇવે પર પાણી ભરાવવાની વર્ષો જૂની સમસ્યાનો હલ ન આવતા વાહન ચાલકોમાં રોષ.
પાટણમાં વરસાદ
પાટણ જિલ્લામાં મધ્ય રાત્રીએ મેઘરાજાનુ આગમન. ગાજ વીજ સાથે મેઘરાજાનું આગમન. સતત એક કલાક સુધી ધીમી ધારે વરસાદ વરસવા પામ્યો. વીજળીના ચમકારા, કડાકા સાથે વાદળોની ગડગડાટી અને ભારે પવન સાથે વરસાદ. સખ્ત ગરમી બફારો ઉકળાટ બાદ મેઘરાજા ની એન્ટ્રી થતા લોકોએ રાહત અનુભવી. વરસાદને લઇ વાતાવરણમા ઠંડક પ્રસરી.
મહેસાણાના ઉંઝામાં રાત્રિ દરમ્યાન વરસાદ
ઉંઝા માં મુખ્ય રેલ્વે અંડર પાસમાં ભરાયા વરસાદી પાણી. ઉંઝાનો મુખ્ય પ્રવેશ દ્વાર અંડર પાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો. પહેલા જ વરસાદે અંડર પાસમાં પાણી ભરાઇ જતા વાહન ચાલકો પરેશાન. ઉંઝા નગર પાલિકા દ્વારા પાણી કાઢવા માટે કામગીરી કરી શરૂ.
કડીમાં રાત્રિ દરમ્યાન વરસાદ
કડીમાં રાત્રિ દરમ્યાન વરસાદથી અંડર પાસમાં પાણી ભરાયા હોવાના સમાચાર છે. કડીમાં પડેલા વરસાદના કારણે ફરી ભરાયા પાણી. રેલ્વે અંડર પાસમાં ભરાયા વરસાદી પાણી. વરસાદી પાણી ભરાઇ જવાના કારણે રેલ્વે અંડર પાસ વાહન વહેવાર માટે કરાયો બંધ. કડી થોળ રોડ પરનો રેલ્વે અંડર પાસ પાણીથી ભરાઇ ગયો. સલામતીના ભાગ રૂપી રેલ્વે અંડર પાસ વાહનવ્યવહાર માટે બંધ કરાયો.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 89 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 89 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતના 25 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં મોડાસામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય સરસ્વતીમાં સવા બે ઈંચ, પાટણમાં 1.97 ઈંચ, આંકલાવમાં 1.57 ઈંચ, મહેસાણામાં 1.81 ઈંચ, પોશીનામાં 1.77 ઈંચ, ઊંઝામાં 1.69 ઈંચ, આણંદમાં 1.69 ઈંચ, સિદ્ધપુર 1.54 ઈંચ, વિજાપુર 1.54 ઈંચ, મેઘરજ 1.50 ઈંચ, વડગામ 1.42 ઈંચ, હિંમતનગરમાં 1.42 ઈંચ, પાલનપુરમાં 1.38 ઈંચ, કડીમાં 1.38 ઈંચ, માણસામાં 1.10 ઈંચ, વિસનગરમાં 1.06 ઈંચ, બાયડમાં 1.06 ઈંચ, લુણાવાડામાં 1.06 ઈંચ, ધનસુરામાં 1.02 ઈંચ, અમીરગઢમાં 1 ઈંચ, પ્રાંતિજમાં 1 ઈંચ, ભાવનગરમાં 1 ઈંચ, તલોદમાં 1 ઈંચ, દસાડામાં 1 ઈંચ, દાંતામાં 1 ઈંચ, ખેડબ્રહ્મામાં 1 ઈંચ, દહેગામમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. ચાણસ્મા, વડનગર, હારીજમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં અડધા ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે