વિસનગર : સમગ્ર દેશમાં આજે રંગોળી ધુળેટીની ઉજવણી ચાલી રહી છે. તેવામાં મહેસાણાના વિસનગરમાં વર્ષોથી અનોખી રીતે ધુળીટીની ઉજવણી કરવામાં આવતી રહે છે. વિસનગરમાં એક બીજાને ખાસડા મારીને ધુળેટીની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા 150 વર્ષોથી આ વિસ્તાર એક બીજાને જુત્તા (ખાસડા) મારીને ધુળેટીની ઉજવણી કરવામાંઆવતી હોય છે. જો કે હવે યુગ બદલાયો તે પ્રકારે પદ્ધતીઓ પણ બદલાઇ રહી છે. હવે યુવાનો ખાસડાને બદલે એકબીજાને શાકબાજી મારીને ધુળેટી ઉજવે છે. ટામેટા, રિંગણા અને બટાકા મારીને ધુળેટી ઉજવે છે.
ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ, કાર અકસ્માતમાં 2 વર્ષના માસૂમ બાળક સહિત બેના મોત
ધુળેટી એટલે દરેકનાં મગજમાં એક જ ખ્યાલ આવે છે કે, હોળી ધુળેટી એટલે કલરથી રમાતો તહેવાર. જો કે મહેસાણા જિલ્લાના વિસનગરમાં ધુળેટી રંગોથી નહી પણ એકબીજાને ખાસડા મારીને ઉજવણી કરવામાં આવે છે. 150 વર્ષોથી ચાલતી આ પરંપરા ચાલતી આવે છે. વિસનગરમાં ધૂળેટીના દિવસે એકબીજાને રંગો નહી પણ હવે એકબીજાને શાકભાજીને ખાસડા મારીને ઉજવણી કરવામાં આવે છે. વિસનગરના લોકો અનુસાર ખાસડા યુદ્ધમાં જેને પણ આ ખાસડુ વાગે છે તેનું આખુ વર્ષ ખુબ જ સારુ જાય છે. જેથી વિસનગરમાં અનેક વર્ષોથી આ ધુળેટી ઉજવાય છે.
HNGUમાં MBBS પાસ કૌંભાડના પુરાવો થયો વાયરલ, પુનઃ મુલ્યાંકનમાં જોવા મળી વિસંગતતા
વિસનગરના બજાર વિસ્તારમાં ધુળેટીના દિવસે 150 વર્ષથી ખાસડા યુદ્ધની ઉજવણી થાય છે. જો કે હવે શાકભાજી સાથે આ ઉજવણી થાય છે. વિસનગરના મંડીબજાર વિસ્તારમાં ધુળેટીની વહેલી સવારે ઉત્તર વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકો તથા દક્ષિણ વિસ્તારના બ્રાહ્મણો, કંસારા અને વાણીયા અને પટેલ સમાજના લોકોનું જુથ એકત્ર થાય છે.
કરણી સેનાએ રિવાબાના નિવેદનને વખોડ્યું, રિવાબા જાડેજાએ સસ્તી લોકપ્રિયતા મેળવવા આપ્યું નિવેદન
બંન્ને જુથો સામસામે ખાસડા અને શાકભાજી ફેંકવાનું ચાલુ કરે છે. જેના પગલે યુદ્ધ અને હરીફાઇ જેવો માહોલ સર્જાય છે. ત્યાર બાદ ચોકમાં ખજુરનો ઘટો મેળવવા માટે બંન્ને જુથો વચ્ચે ઘર્ષણ થાય છે. આ યુદ્ધ પુરૂ થયા બાદ વિજેતા જુથ સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજુર ઉઘરાવીને શહેરીજનોમાં વહેંચે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે